પોરબંદર: કોરોના વાઇરસના કહેરના પગલે અનેક લોકોના ધંધા-રોજગાર બંધ છે. આવામાં સુભાષનગરમાં ઘરવપરાશ વીજળીનું બીલ 10,000થી 25,000 આવ્યું છે. આ અગાઉ આ લોકોના ઘરવપરાશનું બીલ 1200થી 1500 રૂપિયા આવતું હતું.
પોરબંદરના સુભાષનગરમાં સામાન્ય લોકોના ઘરનું વીજ બીલ 25,000 આવતા લોકોમાં રોષ
વૈશ્વિક મહામારી કોરોનામાં લાદવામાં આવેલા લોકડાઉનના કારણે અનેક લોકોની રોજીરોજી છીનવાઈ છે. આ ઉપરાંત મોંધવારીમાં પણ વધારો થઇ રહ્યો છે. આવામાં પોરબંદરના સુભાષનગરમાં રહેતા લોકોના વીજળીના બીલમાં ધરખમ વધારો થતાં લોકો રોષે ભરાયા હતા.
પોરબંદરના સુભાષનગરમાં સામાન્ય લોકોના ઘરનું વીજ બીલ 25,000 આવતા લોકોમાં રોષ
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં 8થી 10 ઘરોના વીજ બીલમાં ફેરફાર જોવા મળતાં લોકોમાં રોષ ફેલાયો હતો. બીલ વધુ આવતાં આ લોકો શનિવારે PGVCL કચેરી ખાતે રજૂઆત કરવા જશે.