- થોડા દિવસો પહેલાં 2 બોટ અને 24 માછીમારોનું કર્યું હતું અપહરણ
- અનેક રજૂઆતો બાદ પણ અપહરણનો સિલસિલો યથાવત
- પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા અનેકવાર કરાય છે ભારતીય માછીમારોનું અપહરણ
પોરબંદર: જિલ્લામાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે મંગળવારે વહેલી સવારે 2 ભારતીય બોટ અને 11 માછીમારોનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે નેશનલ ફિશ ફોરમના મનીશ લોઢારીએ જણાવ્યું હતું કે, અપહરણ થયેલી બન્ને બોટ પોરબંદરની હોવાનું હાલ માલુમ પડયું છે. ગયા 12 માર્ચના રોજ પણ ચાર બોટ અને 24 માછીમારોનું અપહરણ કરાયું હતું, જ્યારે મંગળવાર 16 માર્ચે સવારે 2 બોટ અને 11 માછીમારોનું અપહરણ થતાં માછીમારો માં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ પણ વાંચો:ભારતીય તટ રક્ષક દળે માછીમારીની 'હરસિદ્ધિ' બોટને શોધીને બચાવી લીધી