ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાન નહીં જ સુધરે, બે દિવસમાં 10 બોટ અને 52 માછીમારોનું અપહરણ - Gujarati News

પોરબંદરઃ ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધરે તેવા બંને દેશો તરફથી પ્રયાસ હાથ ધરાઈ તેવી ઈચ્છા લોકો સેવી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન સુધરે તેવું લાગતું નથી. ત્યારે પાકિસ્તાને બે દિવસમાં ફરી એકવાર બોટ સાથે માછીમારીનું અપહરણ કર્યું છે.

બે દિવસમાં 10 બોટ અને 52 માછીમારોનું  અપહરણ  કરતું  પાકિસ્તાન

By

Published : May 8, 2019, 9:46 PM IST

થોડા દિવસો અગાઉ પાકિસ્તાનમાં કેદ 360 જેટલા માછીમારોને પાકિસ્તાન સરકારે 4 તબક્કામાં મુક્ત કર્યા હતા.પરંતુ બુધવારે વહેલી સવારે ફરી પાકિસ્તાને નાપાક હરકત કરી છે. બુધવારે 4 બોટ અને 22 માછીમારોનું અપહરણ પાકિસ્તાને કર્યું છે. જોકે 2 દિવસ પહેલા 6 બોટ અને 30 માછીમારોનું અપહરણ પાકિસ્તાને કર્યું હતું આથી 2 દિવસમાં કુલ 10 બોટ અને 52 માછીમારોનું અપહરણ પાકિસ્તાને કરતા માછીમારોમાં રોષ ભભૂક્યો છે.

પાકિસ્તાને ભારતીય જળ સીમા પરથી ગત તારીખ 06-05-2019ના રોજ 6 બોટ અને 30 માછીમારોનું ફરી અપહરણ કર્યું હતું. ત્યારે તમામ બોટ પોરબંદરની હતી અને ફરી આજે તારીખ 08-05-2019 ના રોજ વહેલી સવારે 4 બોટ અને 22 માછીમારોનું અપહરણ પાકિસ્તાને કર્યું હોવાનું ખારવા સમાજના આગેવાન મનીષ લોઢારીએ જણાવ્યું હતું. જેમાં 4 બોટ પોરબંદરની અને પકડાયેલા માછીમારો ગુજરાતના હોવાનું જણાવ્યું હતું. તો પાકિસ્તાન દ્વારા અપહરણનો સિલસિલો યથાવત રહેતા માછીમાર સમાજમાં પણ રોષ ભભૂક્યો છે.

ABOUT THE AUTHOR

...view details