- ચિત્ર પ્રદર્શનને અનેક મહાનુભાવોએ નિહાળ્યું
- પોરબંદરમાં 14થી 16 માર્ચ સુધી ચિત્ર પ્રદર્શન યોજાયું
- ચિત્ર પ્રદર્શનને જોઈને અનેક લોકો અભિભૂત થયા
પોરબંદરઃ આધુનિક ભારતીય કલા મૂર્ધન્યોના વિદ્યાર્થી આંતરરાષ્ટ્રીય ચિત્રકાર સૈયદ હૈદર રઝાના ચિત્ર પ્રદર્શનનું આયોજન શહેરમાં આવેલી શ્રી નટવર સિંહજી આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું હતું. તારીખ 14થી 16 માર્ચ સુધી ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા પોરબંદરના ખ્યાતનામ લોકો આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ઇનોવેટિવ ગ્રુપ પાર્ટી તથા ઇન્ડિયન લાયન્સ પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃજૂનાગઢમાં મીનીકુંભ જેવો માહોલ ઉભો કરવા ચિત્રો દોરાવ્યાં, 1 વર્ષ બાદ પણ કલાકારો ઈનામથી વંચિત
ભારત અને પેરિસમાં ચિત્રકલાનું કૌશલ્ય શીખ્યા
સુવિખ્યાત ચિત્રકાર સૈયદ હૈદર રજાનો જન્મ 12 ફેબ્રુઆરી 1922ના રોજ વન ગ્રામ બાબરીયામાં થયો હતો. તેમનું દેહાવસાન 23 જુલાઈ, 2016 નવી દિલ્હીમાં થયું હતું. તેમણે શિક્ષણ પ્રાથમિક શાળા સાશકિય પાઠશાળા, કકૈંયા અને મંડલા ઉચ્ચ માધ્યમિક, વિકાસકીય ઉચ્ચ માધ્યમિક શાળા દમોહથી લીધું હતું. રજાએ નાગપુર સ્કૂલ ઓફ આર્ટ, જે. જે સ્કૂલ ઓફ આર્ટ બમ્બઇ, ઇકોલ દબોજાર પેરિસમાં ચિત્ર અંગેનું શિક્ષણ મેળવ્યુ હતુ.
આધુનિક ભારતના કલા મૂર્ધન્યોમાં વિખ્યાત આંતરરાષ્ટ્રીય ચિત્રકાર રઝાના ચિત્રોનું પોરબંદરમાં પ્રદર્શન યોજાયું આ પણ વાંચોઃઅંકલેશ્વરની મહિલા ચિત્રકારે કોરોના વોરિયર્સને કેનવાસ પર કંડાર્યા
દેશ-વિદેશમાં યોજાયું કલા પ્રદર્શન
ચિત્રકાર રજાનુ કલા પ્રદર્શન મુંબઈ, શ્રીનગર, પેરિસ, લંડન, ન્યૂયોર્ક, દિલ્હી, ટોક્યો, સિંગાપુર, વેનિસ બર્લિન, ઓક્સફર્ડમાં પણ કલાપ્રદર્શન યોજાયું હતું. ચિત્રકાર રઝાને 1981માં પદ્મશ્રી, 2007માં પદ્મભૂષણ, 2013મા પદ્મવિભૂષણ અને 1992માં કાલિદાસ સન્માન એવોર્ડ તથા 1981માં લલિત કલા એકેડમી ફેલોશીપ, 2015માં લિજીઓ ધ અઝર સન્માન(ફ્રાંસ) એવોર્ડ મેળવ્યા હતા. સૈયદ હૈદર રજા 28 વર્ષ સુધી ભારતમાં અને 1950થી 2010 સુધી પેરિસ અને ફ્રાન્સમાં તથા 2010થી 2016 સુધી ફરી ભારતમાં રહ્યા હતા. પોરબંદરમાં યોજાયેલા ચિત્ર પ્રદર્શનને જોઈને અનેક લોકો અભિભૂત થયા હતા.