31st May: વિશ્વ તમાકુ નિષેધ દિવસે પોરબંદરમાં રેલી યોજી ઉજવણી - Gujarat
પોરબંદર : પોરબંદર ખાતે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય કર્મચારીઓની રેલી યોજાઈ હતી. પોરબંદર જિલ્લા પંચાયત ખાતેથી આ રેલી સવારના 9 કલાકે શરૂ થઇ શહેરના વિવિધ માર્ગો પર ફરી, તમાકુથી થતાં રોગો બાબતે જન-જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રેલી યોજાઈ
તમાકુની પ્રોડકશનના બોક્સ ઉપર તમાકુ હાનિકારક હોવાની ચેતવણી છાપવા છતાં લોકો સતત તમાકુનું સેવન કરે છે. આજે વિશ્વમાં દર 6 સેકન્ડે એક વ્યક્તિનું અને વર્ષે 10 લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિનાં 11 મીનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. અંદાજે 18 ટકા હાઇયર ફિલ્ડનાં વિધાર્થીઓ સિગારેટ કે તમાકુનું સેવન કરે છે. 10માંથી 9 ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર છે.