ગુજરાત

gujarat

By

Published : May 12, 2020, 7:13 PM IST

ETV Bharat / state

વિશ્વ નર્સ દિવસે જેસીઆઈ પોરબંદર દ્વારા 115 જેટલા નર્સિંગ સ્ટાફનું સન્માન કરાયું

12 મે વિશ્વની પ્રથમ નર્સ ફ્લોરેન્સ નાઇટિંગલના 200માં જન્મ દિવસને "વિશ્વ નર્સિંસ ડે" તરીકે ઉજવી તેમના અમૂલ્ય સામાજિક યોગદાનને સમગ્ર વિશ્વ યાદ કરે છે. WHO સંસ્થા દ્વારા 2020નું વર્ષ નર્સિસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે જેસીઆઈ પોરબંદર દ્વારા ભાવસિંહજી હોસ્પિટલમાં ફરજ બજાવતા 115 જેટલા નર્સિંસ ભાઈ-બહેનોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

વિશ્વ નર્સ દિવસે જેસીઆઈ પોરબંદર દ્વારા 115 જેટલા નર્સિંગ સ્ટાફનું સન્માન કરાયું
વિશ્વ નર્સ દિવસે જેસીઆઈ પોરબંદર દ્વારા 115 જેટલા નર્સિંગ સ્ટાફનું સન્માન કરાયું

પોરબંદર: અત્યારે કોરોના વાઇરસની મહામારી સામે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર લોકોના જીવ બચાવવા આ મહા સંકટની ઘડીમાં આરોગ્ય કર્મચારીઓ યોગદાન આપી રહ્યા છે તે પ્રસંશાને પાત્ર છે.

યુદ્ધમાં સરહદ પર આપણા વીર જવાનો દેશવાસીઓના રક્ષણ માટે લડાઈ લડતા હોય છે, પરંતુ આ વખતનું આ અનોખું વિશ્વયુદ્ધ છે. જેમાં સૌ ડોક્ટર અને નર્સિંસ ભાઈ-બહેનો સૈનિક બની લોકોને બચાવવા બે મહિનાથી જીવના જોખમે લડાઈ લડી રહ્યા છે. જેના બદલ સમગ્ર પોરબંદર વતી તેઓની ફરજનિષ્ઠાને વંદન કરી અભિનંદન પાઠવવા જેસીઆઈ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્યારે રાષ્ટ્ર સેવામાં અમૂલ્ય યોગદાન બદલ નર્સિંગ સ્ટાફને જેસીઆઈ દ્વારા સન્માન પત્ર અને તેઓની સલામતી માટે માસ્ક અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સિવિલ સર્જન ડો. જે.ડી.પરમાર, આર. એમ.ઓ ડો. દિનેશ ઠાકોર, નર્સિંગ સ્કૂલના આચાર્ય અરવિંદભાઈ રાજ્યગુરુ, જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ તેજસ બાપોદરા અને જેસીઆઈના સભ્યો તથા ભાવસિંહજી હોસ્પિટલના ડોકટરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં નર્સિંગ સ્ટાફ દ્વારા કોરોનાને કેવી રીતે મહાત આપી શકાય તેનું નાનકડું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નર્સિંગ સ્ટાફે પોતાની સેવાની કદર કરી કરેલા આ સન્માન બદલ જેસીઆઈ પોરબંદરનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details