પોરબંદર : કોરોના મહામારીના પગલે લોકડાઉન 4 ચાલી રહ્યું છે. ત્યારે પોરબંદરમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે ફિજિયોથૅરપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. જે લોકડાઉનના કારણે છેલ્લા અઢી મહિનાથી બંધ થવાના કારણે પોરબંદર જિલ્લાના 31 જેટલા બાળકોમાં દિવ્યાંગતા નિષ્ક્રિયતામાં વધારો થવા લાગ્યો છે. જયારે બાળકોના વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
સરકારી શાળાના દિવ્યાંગ બાળકોની ફિજિયોથૅરપી ટ્રીટમેન્ટ શરૂ કરવા NSUIની માગ - NSUI
કોરોના મહામારીના કારણે લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે, અને ખાસ કરીને પોરબંદરમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોની ફિજિયોથૅરપી ટ્રીટમેન્ટ બંધ થતાં દિવ્યાંગોની નિષ્ક્રિયતામાં વધારો થયો છે. આ બાબતે NSUI શિક્ષણ વિભાગને આ ટ્રીટમેન્ટ શરૂ કરવા માંગ કરી છે.
આ અંગે ટ્રીટમેન્ટ લઈ રહેલ બાળક હર્ષિત તોરણીયા( ઉ.8) ના માતા મીનાક્ષી બેને જણાવ્યું હતું કે, પોરબંદરના બી.આર.સી ભવન ખાતે આપવામાં આવતી આ ટ્રીટમેન્ટ લોક ડાઉનના કારણે છેલ્લા અઢી મહિનાથી બંધ હોવાના કારણે મારા બાળકમાં રિકવરી આવતી હતી, એ રૂંધાઇ ગઈ છે. આ ઉપરાંત યશ ગોસ્વામી (ઉ.7) ,મહેક કોટિયા(ઉ.8) ,ના વાલીએ પણ આ સેન્ટર ખુલે તેવી માંગ કરી છે. જ્યારે શિક્ષણ વિભાગના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આવતી આ સુવિધા શરૂ કરવા અંગે NSUI દ્વારા પણ માંગ કરવામાં આવી છે. તેમજ આ બાબતે ગાંધીનગર જાણ કરવામાં આવશે તેમ સર્વશિક્ષા અભિયાનના અધિકારીઓએ ફોનમાં જણાવ્યું હતું.