પોરબંદર ખાતે NSUI દ્વારા પ્રગન્યા ચક્ષુ બાળકો સાથે ઉજવી ધુળેટી - Nimesh Gondaliya
પોરબંદર: જેના જીવનમાં રંગ ન હોય તેમની સાથે રમી હોળી તહેવાર બધા માટે હોય છે. પણ ભગવાને જેમને જન્મજાતથી અમુક શક્તિઓ છીનવી લીધી હોય તેવા અંધજન ગુરુકૂળ ખાતે જે આંખથી નહી દિલથી જોઇ શકે છે. તેવા બાળકો સાથે બુધવારના રોજ પોરબંદર જિલ્લા NSUI દ્વારા DJના તાલ સાથે ગુલાલ ઉડાડીને ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે NSUIના આ પગલાથી પ્રગન્યા ચક્ષુ બાળકોના જીવનમાં ખુશી અને રંગ પુરવા એક અનોખો પ્રયાસ કર્યો હતો.
પોરબંદરમાં NSUI દ્વારા આંખથી બહારની રંગબેરંગી દુનિયા નથી જોઇશકતા ત્યારે આ બાળકોથી લઇ મોટા સુધી જે પણ અહિ અંધજન ગુરૂકુલ ખાતે પોતાના અભ્યાસ માટે આવતા હોય ત્યારે તેમના જીવનમાં રંગ પુરવા અને તેમની અલગ જ ખુશી આપવા અને તેમની જે જોવાની શકિત ભગવાને છીનવી લીધી છે.તેનો અહેસાસ કરાવ્યા વગર એક પરિવારની જેમ છેલ્લા ૩ વર્ષથી પોરબંદર જિલ્લા NSUI આ કાર્યક્રમનું આયોજન કરીનેતેમને ખુશી આપવાનો પ્રયાસ કરે છે.કાર્યક્રમ બાદ તે લોકોને નાસ્તો અને ઠંડા પીણા પીવડાવી હોળીની ઉજવણી કરી હતી.
જેમાં પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ સહિત પુરી ટીમને આ બાળકો અનેસંચાલકો દ્વારા કાર્યક્રમના આયોજન બદલ આભાર માન્યો હતો.કાર્યક્રમમાં જિલ્લા NSUI ટીમ કેનિત ઝાલા, ઉમેશરાજ બારૈયા, અલતાફ હાથલીયા, સુરજ રેણુકા, ચિરાગ મસાણી, કુનાલ કુછડિયા, હાર્દિક ઓડેદરા, યશ ઓઝા, કૌશલ શિયાળ, પોપટ મોઢવાડિયા, આનંદ નાઢા, હર્ષિત ચાવડા, રાહુલ વેગડા, જયદિપ સોલંકી, બિજોય વગેરે જોડાયા હતા.