પોરબંદર બોટ એસોસિયેશન દ્વારા મત્સઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા,મત્સઉદ્યોગ, સચિવ મોહમદ શાહિદ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગાંધીનગર, મત્સ્યોદ્યોગ નિયામક અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહિત જિલ્લા કલેકટરને પત્ર લખી દરિયામાં કેમિકલ યુક્ત પાણી છોડતી નિરમા સૌરાષ્ટ્ર કેમિકલ પર કડક પગલા લેવા માંગ કરી હતી અને કેમિકલ યુક્ત પાણી છોડતી કંપની સામે અનેકવાર પ્રદુષણ વિભાગમાં અનેકવાર ફરિયાદો કરી હોવા છતાં પ્રદુષણ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે.
નિરમા સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી પર કડક પગલાં લેવામાં પ્રદુષણ નિયંત્રણ વિભાગ નિષ્ફ્ળ !
પોરબંદરઃ પોરબંદર દરિયા કિનારે થોડા દિવસો પહેલા દરિયામાં કેમિકલ યુક્ત પાણીના કારણે દરિયાઇજીવો હજારોની સંખ્યામાં મૃત હાલતમાં જોવા મળ્યા હતા. જેને લઈને લોકોમાં રોષ ભભૂક્યો હતો. ત્યારે દરિયામાં કેમિકલ યુક્ત પાણી છોડતી કંપની પર તંત્ર દ્વારા કોઈ પગલાના લેવાતા બોટ એસોસિયેશને ઉગ્ર માંગ કરી હતી.
નિરમા સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી પર કડક પગલાં લેવામાં પ્રદુષણ વિભાગ નિષ્ફ્ળ !
હકીકતમાં નિયમ મુજબ રિસાયકલ કરીને આ પાણી ઠાલવવાનું હોય છે.પરંતુ નિરમા સૌરાષ્ટ્ર કંપની દ્વારા કોઈ નિયમનું પાલન કરવામાં આવતુ ના હોય જેના કારણે અનેક માછલીઇઓ અને દરિયાઈ જીવ સૃષ્ટિ નાસ પામતા લોકોમાં રોષ છવાયો છે.