ગુજરાત

gujarat

NATPOLREX VIII In Goa: સ્વચ્છ સમુદ્ર માટે હાથ ધરાતી કવાયત ‘NATPOLREX-VIII’ વિશે જાણો છો? ભારતીય તટરક્ષક દળનો હતો કાર્યક્રમ

ભારતીય તટરક્ષક દળ દ્વારા સ્વચ્છ સમુદ્ર માટે મુખ્ય NATPOLREX VIII (NATPOLREX VIII In Goa) કવાયત હાથ ધરવામાં આવી. ગોવાના મોર્મુગાવ હાર્બર ખાતે આ 2 દિવસીય કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 રાષ્ટ્રીય અને 30 આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય તટરક્ષક દળના 12 અને બાંગ્લાદેશ શ્રીલંકાના 1 1 જહાજ આ કવાયતમાં સામેલ થયા હતા.

By

Published : Apr 21, 2022, 10:44 PM IST

Published : Apr 21, 2022, 10:44 PM IST

સ્વચ્છ સમુદ્ર માટે હાથ ધરાતી કવાયત ‘NATPOLREX-VIII’ વિશે જાણો છો?
સ્વચ્છ સમુદ્ર માટે હાથ ધરાતી કવાયત ‘NATPOLREX-VIII’ વિશે જાણો છો?

પોરબંદર: ભારતીય તટરક્ષક દળ દ્વારા સ્વચ્છસમુદ્રમાટે મુખ્ય ‘NATPOLREX-VIII’ કવાયત (NATPOLREX VIII In Goa) હાથ ધરવામાં આવી છે. ગોવાના મોર્મુગાવ હાર્બર (mormugao harbour in goa) ખાતે 2 દિવસીય રાષ્ટ્રીય સ્તર પ્રદૂષણ પ્રતિભાવ કવાયત ‘NATPOLREX-Vlll’નું (national level pollution response exercise) આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન 19 એપ્રિલ 2022ના રોજ ભારત સરકારના સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ એજન્સીઓના કુલ 50 રાષ્ટ્રીય સહભાગીઓ અને 30 આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

NATPOLREX VIII યોગ્ય દિશામાં લેવામાં આવેલું એક પ્રાદેશિક પગલું

આ એક પ્રાદેશિક પગલું-‘NATPOLREX-VIII’ એ યોગ્ય દિશામાં લેવામાં આવેલું એક પ્રાદેશિક પગલું છે અને સમુદ્રી સ્પિલ્સ સામે લડવામાં તમામ હિતધારકોની સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતામાં વધારો કરે છે. ‘NATPOLREX-VIII’ દ્વારા, ભારતીય તટરક્ષક દળે (Indian Coast Guard) ફરી એકવાર આપણી ભાવિ પેઢીઓ માટે સમુદ્રી જીવસૃષ્ટિના સંરક્ષણ (conservation of marine life In India) અને જાળવણી માટે પોતાને સમર્પિત કર્યા છે.

આ પણ વાંચો:બાર્જ એમ.વી. મંગલમ પર ફસાયેલા 16 ક્રૂ મેમ્બર્સનું રેસ્ક્યૂ ઓપરેશન, જૂઓ વીડિયો...

તૈયારીઓ અને સજ્જતાની સમીક્ષા-આ કાર્યક્રમના બીજા દિવસે ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક (Director General of the Indian Coast Guard) DG વી.એસ. પઠાનિયા, PTM, TM કે જેઓ રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ આપત્તિ આકસ્મિકતા પ્લાનના ચેરમેન અને ભારતીય જળસીમામાં સમુદ્રી પ્રદૂષણ (Marine pollution in india) માટે સક્ષમ રાષ્ટ્રીય સત્તાધિકારી છે. તેમણે ઓઇલ હેન્ડલિંગ એજન્સીઓ (oil handling agencies in india) અને ઓઇલ સ્પિલ પ્રતિભાવ સંગઠનોની તૈયારીઓ અને સજ્જતાની સમીક્ષા કરી હતી. ભારતીય તટરક્ષક દળ દ્વારા મધ્યસ્થ સંયોજક એજન્સી તરીકે સમુદ્રમાં વિવિધ કવાયતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓઇલ સ્પિલ પ્રતિભાવ સંગઠનોની તૈયારીઓ અને સજ્જતાની સમીક્ષા

વિવિધ કવાયતોનું આયોજન કરવામાં આવ્યું-આ કવાયતમાં હેલી સ્કીમર, સમુદ્રી બોટ દ્વારા હાઇસ્પીડ ડેમો, Fi-Fi સિસ્ટમનો ઉપયોગ કરીને ફાયર ફાઇટિંગ ડેમો, લાઇફ રાફ્ટ પર ડિસએમ્બાર્કેશન ડેમો, નેઇલ રોબર્ટસન દ્વારા મેડિકલ બચાવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તટરક્ષક દળના હેલિકોપ્ટર ચેતક (indian coast guard helicopter chetak) દ્વારા વિન્ચિંગ ઓપરેશન, જેસન ક્રેડેલ દ્વારા બચાવ ઓપરેશન, તટરક્ષક દળ ડોર્નિઅર અને C130J હર્ક્યુલસ દ્વારા લાઇફ રાફ્ટ ડ્રોપ, CG એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર, MK-3 દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યૂ, બાસ્કેટ ડેમો, ઇન્ટરસેપ્ટર બોટ દ્વારા ચલાવવામાં આવતું હાઇસ્પીડ નિરીક્ષણ જેવી કવાયતો પણ કરવામાં આવી હતી.

નિયંત્રણ અને રિકવરી ડેમો જેવી કવાયત હાથ ધરવામાં આવી-CG ઓફશોર પેટ્રોલ વેસલ (offshore patrol vessel india) દ્વારા નિયંત્રણ અને રિકવરી ડેમો, ONGC ટગ્સ દ્વારા નિયંત્રણ અને રિકવરી ડેમો, સાઇડ સ્વિપિંગ આર્મ્સ ડેમો અને સ્પિલ સ્પ્રે આર્મ્સ ડેમો, ભૂમિ અને હવાઇ અસ્કયામતો દ્વારા ઓઇલ સ્પિલ ડિસ્પર્સન્ટ (OSD) સ્પ્રે ડેમો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (pollution control board in india) તેમજ ICG જહાજ સંકલ્પ દ્વારા રિકવરી ડેમો (ઇન્ફ્લેમેબલ બાર્જ) વગેરે કવાયતો પણ કરવામાં આવી હતી.

ઇન્ટરસેપ્ટર બોટ દ્વારા ચલાવવામાં આવતું હાઇસ્પીડ નિરીક્ષણ જેવી કવાયતો પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:દ્વારકા દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઇ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ

ભારતીય તટરક્ષક દળના 12 જહાજ સામેલ રહ્યા- કુલ યુનિટ્સમાં ભારતીય તટરક્ષક દળના 12 જહાજ, બાંગ્લાદેશ તટરક્ષક દળનું 1 જહાજ ‘કમારુઝમ્માન’, શ્રીલંકા તટરક્ષક દળનું 01 જહાજ ‘સુરક્ષા’, એક્સ-MPT 02 ટગ્સ, ONGCના 02 ઓફશોર સપ્લાય વેસલ અને 01 SCL ટેન્કર સામેલ હતા. સ્પ્રે નોડ્સ સાથે ડોર્નિઅર, TC3 બકેટ સ્પ્રે સિસ્ટમ સાથે ALH MK-3, ચેતક અને ભારતીય વાયુસેનાનું C130J હર્ક્યુલસ પણ સામેલ રહ્યા હતા.

સમુદ્રી વેપારમાં વધારો થયો- આ કવાયત એવા સમયે કરવામાં આવી છે જ્યારે સરકારની પહેલના કારણે સમુદ્રી વેપારમાં વધારો થયો છે. તેના પરિણામે, આપણા બંદરો પર વધુને વધુ જહાજોમાં ઓઇલ અને HNSનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેથી વધારે માંગને પૂરી કરી શકાય. DGICGએ તમામ આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો, રાષ્ટ્રીય હિતધારકો અને સહભાગીઓએ સમુદ્રી પ્રદૂષણ પ્રતિભાવમાં સહકારને વધારે મજબૂત કરવા માટે વેગ આપવા માટે રચનાત્મક ચર્ચા તેમજ મહામારી અને મુસાફરી પ્રતિબંધોના પડકારો વચ્ચે પણ તેઓ ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details