- મારૂ ગામ કોરોના મુક્ત અભિયાન હેઠળ જોડાઈ રહ્યા છે કામ
- પોરબંદરનુ મોકર ગામ પણ જોડાયું આ અભિયાનમાં
- ગામમાં શરૂ કરવામાં આવ્યું કોવિડ સેન્ટર
પોરબંદર: જિલ્લાનું મોકર ગામ કોરોનાની મહામારીમાં એક દાખલો બન્યો છે.મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ચાલી રહેલા મારૂ ગામ કોરોના મુક્ત જોડાવા પોરબંદર જિલ્લાના ગામડાઓ કટિબદ્ધ થયા છે. અન્ય ગામડાઓ સાથે સાથે પોરબંદરનું મોકર ગામ પણ આ અભિયાનમાં જોડાયને કોરોના મૂક્ત ગામના સંકલ્પ સાથે સેવાભાવી ગામલોકો આ સેવાકાર્યમાં જોડાયા છે.
88 ટકા ગામવાસીઓએ લઈ લીધી કોરોના
મારૂ ગામ કોરોના મુક્ત ગામ સુત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા નિયમોનું ચુસ્ત પાલન પણ કરી રહ્યા છે. ગામના 45 થી વધુ ઉંમરના 1188 લોકો પૈકી 1043 જેટલા એટલે કે 88 % લોકોનું વેક્સીનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. ગામની આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વાત કરતા તાલુકા પંચાયતના સભ્ય નરશી ભાઈ શિયાણી એ કહ્યું કે, ' ગામના સેવાભાવી લોકો દ્વારા શ્રીરામ સમાજ ખાતે 18 બેડનું કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જેમાં ડૉકટર સહિતના મેડિકલનો સ્ટાફ દર્દીઓને ઓકિસજન સહિતની સારવાર અને સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સહિત સેવાભાવી લોકોના પ્રયાસોથી મહમારીના સમયમાં કોવિડ કેર સેન્ટર શરૂ થતાં દર્દીઓને ઉત્તમ સારવાર તથા બંને ટાઈમ ભોજન અને લીલા નાળિયેર અને મોસંબિનો તાજો રસ વિનામૂલ્યે આપવામાં આવે છે'.
'મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનમાં જોડાયું પોરબંદર જિલ્લાનું મોકર ગામ આ પણ વાંચો : પોરબંદરમાં રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 33 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ
ગામવાસીઓ કરી રહ્યા છે સરકારી ગાઈડલાઈનનું પાલન
ગામના સરપંચ લખમણ ભાઈ જોડએ કહ્યું કે, ' મોકર ગામ કુરિયર ક્ષેત્રે સમગ્ર ભારતમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. મુખ્ય 3 કુરિયર એજન્સીના માલિક મોકર ગામના છે. ગામના 700 થી વધુ લોકો કુરિયર એજન્સિમા જોડાયેલા છે. મોકર ગામમાં કોવિડ કેર સેન્ટર શરૂ થતાં દર્દીઓને શહેર સુધી સારવાર માટે જવું પડતું નથી'. મોકર ગામમાં સરકારની સૂચનાઓ અને અપીલની ચુસ્ત પાલન થાય છે. ગામના યુવાનો કામ વગર ઘરની બહાર નીકળતા નથી. સામાજિક અંતર, માસ્ક અને સેનેટાઈઝનું બધા પાલન કરે છે. પોરબંદર જિલ્લા વહીવટી તંત્રનુ સંકલન અને સરકારી અધિકારીઓની આ કામગીરીમાં મદદ મળતાં ગામના આગેવાનોએ રાજય સરકારનો આભાર માન્યો હતો.