ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના ઓડદર ગામે 40 લાખની ખનીજ ચોરી ઝડપાઈ - હાર્બર મરીન પોલીસ સ્ટેશ

પોરબંદરના ઓડદર ગામે ભૂસ્તરશાસ્ત્રી ખાણખનીજ વિભાગ અને આર.આર.સેલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં 40 લાખ રૂપિયાની ખનીજચોરી થયી હોવાનું બહાર આવ્યું છે. જેમાં ત્રણ પથ્થર કટર મશીન, એક જનરેટર સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. હાર્બર પોલીસ સ્ટેશનમાં ખનીજ ચોરીનો ગુનો નોંધાયો છે.

ખનીજ ચોરી
ખનીજ ચોરી

By

Published : Sep 6, 2020, 6:04 PM IST

પોરબંદર: જિલ્લાના ઓડદર ગામે ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ અને આર.આર.સેલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મહેશ ઉર્ફે મસળી અરભમભાઇ કેશવાલા, ભરત માનસિંગ, પંકજ રમણભાઈ અને રાજુ તુલસીભાઇ આ ચારેય શખ્સો ખનીજ ચોરી કરતા પકડાયા હતા.

ઓડદર ગામની ગોસાબારા સીમ વિસ્તારમાં આવેલી સરકારી પડતર ખરાબાની જમીન પર લાઇમ સ્ટોન ખનીજની 3 ચકરડી મશીન તથા એક જનરેટરથી ગેરકાયદે ખોદકામ થતું હોવાનું જાણવા મળ્યું હતું. સ્થળ ઉપરથી રૂપિયા 39,33,165ની કિંમતના 7,803.90 મેટ્રિક ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોનની ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી.

પકડાયેલા 4 શખ્સોએ ગુનો આચરવામાં એકબીજાને મદદ કરી હતી. સ્થળ પરથી ચકરડી મશીન નંગ 3 તથા એક જનરેટર મશીન વાયર સાથે મળી કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. જે અંગેનો ગુનો પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશને નોંધવામાં આવ્યો છે. ઘટના અગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details