ગુજરાત

gujarat

By

Published : Jan 11, 2021, 5:21 PM IST

Updated : Jan 11, 2021, 7:03 PM IST

ETV Bharat / state

ઉત્તરાયણના પર્વ નિમિતે પોરબંદરથી તલસાંકળી અને લાડુ બનાવતા શીખો

ઉત્તરાયણ નિમિત્તે લોકો અવનવી વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે ETV BHARAT દ્વારા પોતાના વાંચકો માટે તલસાંકળી અને લાડુ બનાવવાની રેસિપી રજૂ કરવામાં આવી છે.

ઉત્તરાયણના પર્વ નિમિતે પોરબંદરથી તલ સાંકળી અને લાડુ બનાવતા શીખો
ઉત્તરાયણના પર્વ નિમિતે પોરબંદરથી તલ સાંકળી અને લાડુ બનાવતા શીખો

પોરબંદર : ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો અવનવી વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે ETV BHARAT સાથે માણો તલસાંકળી અને લાડુનો સ્વાદ

  • તલસાંકળી અથવા તલના લાડુ બનાવવા માટે સામગ્રી

500 ગ્રામ તલ

500 ગ્રામ ગોળ

જરૂરિયાત મુજબ ચોખ્ખું ઘી

  • તલસાંકળી બનાવવા માટે વપરાતા સાધનો

એક કડાઈ

1 મોટો ચમચો

૩ ડીશ

  • તલસાંકળી બનાવવા માટેની રીત

સૌપ્રથમ ગેસ ચાલુ કરીને કડાઈ મૂકી 500 ગ્રામ તલને શેકી લેવા. ત્યારબાદ તેને અલગ ડીશમાં રાખવા અને કઢાઈમાં એક ચમચી ચોખ્ખું ઘી મૂકી તે ગરમ થઇ ગયા બાદ તેની અંદર ગોળ નાખી અને ગોળની પાઈ બને ત્યાં સુધી આ મિશ્રણને સતત હલાવતા રહેવું. સામાન્ય રીતે ખાંડ ગરમ કરતા હોય છે ત્યારે તેની વધુ ગરમ કરતા ચાસણી બને છે જે ચાસણી પણ કહેવાય છે પરંતુ ગોળ ગરમ કરી અને ગોળ ગરમ થઈ જાય તેને પાઈ કહે છે. પાઈ બની ગઈ છે તે ખ્યાલ તેને પાણીમાં નાખી ગોળ વડે તેથી સમજવું કે પાઈ બની ગઈ છે. ત્યારબાદ શેકેલા તલ તેમાં ઉમેરી દેવા અને સતત ચમચા વડે આ મિશ્રણને હલાવતા રહેવું બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી અંદાજે 20 મિનિટ સુધી આ મિશ્રણને હલાવવું અને ત્યારબાદ ગેસ બંધ કરી કડાઇ નીચે ઉતારી મિશ્રણને એક થાળીમાં ઘી ચોપડી નાખી દેવું. થોડું ઠંડુ થાય ત્યારબાદ તેને ચપ્પુની મદદ વડે તેમાં પીસ પાડવા. આમ આપણી તલસાંકળી તૈયાર થઈ જશે. આ ઉપરાંત તલના લાડુ બનાવવામાં મિશ્રણ થોડું ઠંડું પડે તો હાથમાં ઘી ચોપડીને લાડુ પણ બનાવી શકાય છે. આ તલના લાડુ ખાવાની બાળકોને વધુ મજા આવે છે. આ રીતે આપણી રેસીપી તૈયાર થઈ જશે.

ઉત્તરાયણના પર્વ નિમિતે પોરબંદરથી તલ સાંકળી અને લાડુ બનાવતા શીખો
Last Updated : Jan 11, 2021, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details