ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરઃ પ્રોહીબીશનના ગુનાઓમાં નાસતા ફરતા 2 આરોપીઓને LCB પોલીસે ઝડપી પાડ્યા - Udyognagar Police Station

પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડૉ.રવિ મોહન સૈનીએ જિલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત જિલ્લાના રાણાવાવ તથા ઉદ્યોગનગર પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનાઓમા નાસતા ફરતા બે આરોપીઓને પોરબંદર LCB એ ઝડપી લીધા છે.

પ્રોહીબીશનના ગુનાઓમાં નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી LCB પોલીસ
પ્રોહીબીશનના ગુનાઓમાં નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી LCB પોલીસ

By

Published : Oct 17, 2020, 10:43 PM IST

  • પોરબંદર LCBએ 2 આરોપીઓને ઝડપ્યા
  • પ્રોહીબીશનના ગુનાઓમા નાસતા ફરતા હતા આરોપીઓ

પોરબંદરઃ જિલ્લાના રાણાવાવ તથા ઉદ્યોગનગર પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનાઓમા નાસતા ફરતા લાખા ગુરગુટીયાને અને પુંજા મકવાણા નામના બે આરોપીઓને પોરબંદર LCB એ ઝડપી લીધા છે.

પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસ અધિક્ષક‌એ જિલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જે અન્વયે LCBની ટીમ પોરબંદર શહેર /ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી, તે દરમિયાન મળેલી ચોક્કસ હકિકતના આધારે ઉધોગનગર પો.સ્ટે. પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી લાખા ગુરગુટીયાને સંકટમોચન હોટલ આગળથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસ્તા ફરતા પુંજા મકવાણાને આદિત્યાણા બાયપાસ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા રાણાવાવ પો.સ્ટે.ને સોપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details