પોરબંદર: અભ્યાસ પૂરો થયો નોકરી કે વ્યવસાયમાં જોડાઈ નસીબ, મહેનત, લગનના જોરે વ્યક્તિ લાખોપતિ, કરોડપતિ બનતા હોય છે. તાજેતરમાં જ IPSની બદલીઓમાં રાજકોટ ઝોન–1 ડી.સી.પી. તરીકેથી પોરબંદરના નવા SP તરીકે મુકાયેલા 33 વર્ષીય ડો. રવિ મોહન સૈની 14 વર્ષની બાળવયે જ મગજના જોરે કરોડપતિ બની ગયા હતા.
DCP ડો. સૈની "કોન બનેગા કરોડપતિ" જુનિયરમાં 2001માં સૌથી નાનીવયે વિજેતા બનીને એક કરોડનું ઈનામ હાંસલ કર્યું હતું. DCP ડો. સૈની 2001માં પોતાની 14 વર્ષની વયે ધોરણ–10ના વિદ્યાર્થી હતા ત્યારે KBC જુનિયરમાં સિલેક્ટ થયા હતા. અમિતાભ સાથે હોટ સીટ પર એક પછી એક, એક પછી એક પ્રશ્નના સચોટ અને સટીક જવાબો આપીને મંજીલ પાર કરી એક કરોડની રકમનો ચેક મેળવ્યો હતો.
ડો.રવિ મોહન સૈની પોરબંદરના નવા SP 14 વર્ષે જ કરોડપતિ બનેલા રવિ મોહન સૈની અભ્યાસ દરમિયાન MBBSની પદવી હાંસલ કરીને ડોક્ટર સૈની બની ગયા હતાં. જો કે, તેઓની મંઝીલ અહીંથી અટકતી ન હતી તેમણે UPSCની તૈયારીમાં ઝંપલાવી 2013માં ક્લીયર કરી IPS બન્યા હતા. ડો. સૈનીના પિતા નેવીમાં સર્વિસ, ભાઈ એન્જિનીયર અને બહેન શિક્ષિકા છે.
ડો.રવિ મોહન સૈની પોરબંદરના નવા SP કસૌથી નાનીવયે કેબીસીમાં એક કરોડની રકમ મેળવનાર રવિ મોહન સૈનીએ એ રકમમાંથી પરિવાર માટે એક કાર ખરીદ કરી હતી. બાકીની રકમ પરિવારજનોમાં અને પોતાના અભ્યાસ માટે ખર્ચ કરી હતી. મિત્રોએ સિવિલ સર્વિસ તૈયારીનું કહ્યું અને એક વર્ષમાં પાસ થયા હતા. નાનપણથી જ અભ્યાસમાં અવલ્લ અને સ્કૂલ ટોપર રહેતા રવિ મોહન સૈનીને તેમના સહઅધ્યાયી મિત્રોએ MBBS બન્યા બાદ 2012માં સિવિલ સર્વિસની તૈયારીની સલાહ આપી હતી. મિત્રોની સલાહ અને પરિવારના સહયોગથી સૈનીએ એક વર્ષમાં UPSC ક્લીયર કર્યું. સાથે IPS બની 2014માં ગુજરાત ભરૂચમાં પ્રથમ પોસ્ટિંગ મેળવ્યું હતું.
ડો.રવિ મોહન સૈની પોરબંદરના નવા SP કેબીસીમાં એન્ટર થવા માટે 40થી વધુ તો કોલ કર્યા હતા. દેવીઓ સજ્જનો "કોન બનેગા કરોડપતિ" સે મેં અમિતાભ બચ્ચન બોલ રહા હું બચ્ચનનો આ મધુરો અવાજ સાંભળવા પણ લાખો, કરોડો લોકો તલપાપડ હોય છે. એમાય જો એની સાથે કે.બી.સી.મા હોટ સીટ પર બેસવાનો મોકો મળે તો અનેરો આનંદ હોય છે.
ડો.રવિ મોહન સૈની પોરબંદરના નવા SP સ્પર્ધકને એક કરોડની રોકડ જીત કરતા તો પોતાના આઈકયુ પાવરથી સ્પર્ધામાં વિજેતા બન્યાનો હર્ષ અલગ જ હોય છે. સૈનીએ પણ કેબીસી જુનિયરમાં જવા માટે 13 વર્ષથી વયથી જ મન બનાવ્યું હતું અને સમયાંતરે ચાલીસેક પ્રયાસો બાદ અંતે તેઓને 2001માં ચાન્સ મળ્યો હતો. આમ, પોરબંદરમાં નવનિયુકત એસ.પી. ખૂબ જ હોંશિયાર અને ઉચ્ચકક્ષાનું જનરલ નોલેજ ધરાવે છે, ત્યારે તેમની નિમણૂંકને પોરબંદરવાસીઓએ પણ આવકારી છે.
ડો.રવિ મોહન સૈની પોરબંદરના નવા SP બીજી તરફ પોરબંદરથી બદલી થઇને મહેસાણાનો ચાર્જ સંભાળનાર ડો.પાર્થરાજસિંહ ગોહિલે પણ તેમના પોરબંદર ખાતેના કાર્યકાળ બાદ ઉત્તમ અને નમુનારૂપ કામગીરી કરી છે. તેઓએ પોરબંદર જિલ્લામાં પોલીસની એક ખાસ પોઝિટિવ છાપ ઉભી કરી છે. તો સ્ટાફમાં પણ જે ઉત્તમ કામગીરી કરે તેને બિરદાવી અને અવારનવાર પ્રોત્સાહિત કર્યા છે અને પોરબંદર પોલીસમાં ફિટનેસ ચેમ્પ ઓફ ધ મંથ શરુ કરીને પોલીસકર્મીઓની ફિટનેસ જળવાઈ રહે તે માટે પણ તેઓએ ભરપુર પ્રયત્નો કર્યા હતા.
ડો.રવિ મોહન સૈની પોરબંદરના નવા SP આ સિવાય એસપી તરીકેનો હોદ્દો હોવા છતાં તેઓ નાનામાં નાના વ્યક્તિ સાથે પણ વાતચીત કે વર્તનમાં ક્યારેય અધિકારીપણું બતાવ્યું ન હતું. શહેરની વિવિધ સંસ્થાઓ સાથે મળી સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા સિવાય પણ વિવિધ કામગીરી કરી હતી.