ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના તમામ જિલ્લાઓમાં જ્યોતિર્લિંગ રથયાત્રાનું સ્વાગત કરાશે

પોરબંદર: જાન્યુઆરી 2018માં ઉજ્જૈનમાં જ્યોતીર્લિંગ સંમેલન યોજાયું હતું. ત્યારબાદ હવે સોમનાથમાં બીજુ જ્યોતિર્લિંગ સંમેલન 23 થી 25 ફેબ્રુઆરી એમ 3 દિવસ સુધી યોજાનાર છે. જેના અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં જ્યોતિર્લિંગ રથયાત્રા ફેરવવામાં આવશે.

By

Published : Feb 5, 2019, 4:40 PM IST

Jyotiling Rath Yatra

આ બાબતે સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, માનવ ધર્મ સનાતન ધર્મના સૂત્રને ધ્યાને રાખી સામાજિક સમરસતાના હેતુને લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત પોરબંદર, દ્વારકા અને જામનગરમાં વૈધનાથ જ્યોતિર્લિંગ યાત્રા પોરબંદરના માધવપુરમાં 17 મી ફેબ્રુઆરીના રોજ સવારે 11 કલાકે પધારશે. ત્યારબાદ ગોરસર, બળેજ, કુતિયાણા, કંડોરણાં રાણાવાવ, આદિત્યણા રથયાત્રા પહોંચશે જ્યા સાંજની આરતી કરવામાં આવશે.

ઉજ્જૈનમાં જ્યોતીર્લિંગ સંમેલન

ઉપરાંત તારીખ 18 ના રોજ પોરબંદરમાં સવારે 8 કલાકે ભાવેશ્વર મંદિરથી પ્રસ્થાન કરી પોરબંદરના મુખ્ય માર્ગે થઈ દ્વારકા જવા રવાના થશે. દરમિયાન સંતો અને ભક્તજનો રથ યાત્રાનું સ્વાગત કરશે.

ABOUT THE AUTHOR

...view details