- મિડકોનમાં 12 એવોર્ડથી JCI (Junior Chamber International)પોરબંદરનું બહુમાન કરાયું
- JCI પોરબંદરને 12 એવોર્ડથી સન્માન
- રાષ્ટ્રીય પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયું અર્ધવાર્ષિક સંમેલન
પોરબંદર : JCI ઝોન (JCI ZONE) સાત ગુજરાત પ્રદેશનું અર્ધવાર્ષિક સંમેલન ઉત્તર ગુજરાતના વિસનગર ખાતે યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં JCI પોરબંદરની કામગીરીની વિશેષ નોંધ લેવામાં આવી હતી અને વિવિધ કેટેગરીના 12 એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ વર્ષની મિડકોન ઉત્તર ગુજરાતના વિસનગર શહેર ખાતે યોજાય
JCI દ્વારા વર્ષના મધ્યાંતરે મિડકોન અને વર્ષના અંતમાં ઝોનકોન યોજવામાં આવે છે. આ કોન્ફરન્સોમાં દરેક શહેરોમાં JCI દ્વારા થયેલી કામગીરીની સમિક્ષા કરવામાં આવે છે અને તેના આધારે સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષની મિડકોન ઉત્તર ગુજરાતના વિસનગર શહેર ખાતે યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ રાખી જૈન (Rakhi Jain) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :'માં અમૃતમ' અને 'આયુષ્માન કાર્ડ' ની કામગીરી બંધ, તાત્કાલિક શરૂ કરવા કોંગ્રેસની રજૂઆત