આ બાબતમાં ભારતીય સંસ્કૃતિ પર ભારતીય લોકોએ પણ ગર્વ લેવા જેવી વાત છે.પોરબંદરમાં કુછડી નજીક "આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ" ખાતે રહેતા સ્વામીની નિગમાનંદા સરસ્વતી અને સ્વામીની નીતકલ્યાણનંદા ભગવદગીતા અનુસારવૈદિક સ્ત્રોત અને વૈદિક સંસ્કારોનું અધ્યયન અનેક લોકોને કરાવી રહ્યા છે. તે દરમિયાન ગત વર્ષે તેઓ જાપાન સ્થિત "પરાવિધા કેન્દ્ર" ની મુલાકાતે ગયા હતા. જ્યાં તેઓના ગુરુભાઈ સ્વામી ચેતનાનંદ સરસ્વતી જાપાનમાં રહેતા યુવાનો સહિત અનેક લોકોને ભારતીય વૈદિક જ્ઞાનનું ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે.
જાપાનમાં "ચિસતો" નામની એક જાપાનીઝયુવતી પાંચ વર્ષથી આ વૈદિક જ્ઞાન લઇ રહીહતી અને ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઇ હતી. તેને સ્વામી નિગમાનંદને ભારતીય પરંપરા મુજબની વૈદિક વિધિથી લગ્ન કરવાનીઈચ્છા દર્શાવી હતી અને તેના મિત્ર "અકિરા"ને આ બાબતે સમજાવ્યો હતો તે પણ આ લગ્ન કરવા માટે રાજી થઈ ગયો હતો જેટલું લગ્નનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાંઆપવમાં આવે છે તેટલું મહત્વ જાપાનમાં હોતું નથી અને જાપાનમાં લગ્ન એટલે માત્ર પાર્ટીના સ્વરૂપે જ લોકો જુએ છે.
પોરબંદરમાં જાપાનીઝ યુગલે ભારતીય વૈદિક પરંપરા મુજબ પ્રભુતામાં પગલા માંડ્યા લગ્નનું મૂળ મહત્વ સમજતા નથીઆથી ઓસાકા જાપાન સ્થિત પિતા કોજી શકગુચી અને માતા ઇસ્તુંકો શકગુચીની પુત્રી"ચિસતો " ના શુભ લગ્નઓસાકા જાપાન સ્થિત પિતા મસશી મેનિન અને માતા મિદોલી મેનિનના પુત્ર "અકિરા" સાથે તારીખ 25-03-2015ના રોજ ભારતીય હિન્દૂ શાસ્ત્રોક્ત વૈદિક વિધિ મુજબધામધૂમથી યોજાયા હતા.તમામ લોકોએ નવદંપતીનેશુભેચ્છા પાઠવી હતીતો આ વર્તનમાં સમયમાં લગ્નને સામાન્ય સમજી ટૂંક સમયમાં ડિવોર્સ લઇ લેતા ભારતીય દંપતીઓએ પણ ખાસ આ બાબતથી પ્રેરણા લેવા જેવી વાત છે.
જો જાપાનથી આ દંપતી લાંબા લગ્ન જીવનની આશા રાખી ભારતીય સંસ્કૃતિને આટલું મહત્વ આપતા હોય તો આપણે ખરે ખર આપણા ધર્મને જાણવોજરૂરી છે અને વૈદિક વિધિથી સમજીને કરેલ લગ્ન જીવન લાબું ચાલે છે તેમ શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે.જાપાનીઝ દંપતીમા કન્યા ચિસતોજાપાનમાં એક કપડાની કંપનીમાં જોબ કરે છે જ્યારે વર અકીરા પર્વતા રોહક છે વરરાજાની જાન ગામડામા પરંપરાગત રીતે ગાડા માં બેસીને અકીરા માંડવામા પધાર્યાં હતા.
હિન્દૂ વિધિ મુજબ લગ્ન ગ્રથીથી લગ્ન કરવાથી ધન્યતા અનુભવી હતી. ત્યારે પરણિત દંપતીમા કન્યા ચિસાતોના માતાપિતા તરીકે પોરબંદરના પ્રીતિબેન અને જીતુભાઇ શિયાળ માતાપિતા બન્યા હતા અને કન્યાદાન કર્યું હતું જ્યારે વર અકીરાના માતાપિતા હરેશભાઇ અને જ્યોતિબેન સચદેવ બન્યા હતા અને કન્યાના મામા મામી તરીકે પોરબંદરના અસ્મિતા બેન અને કમલેશભાઈ સલેટે મામેરું આપ્યું હતું. આમતો તમામજાપાનીઝ બૌદ્ધ ધર્મમાં માને છે જાપાનનો રાજ ધર્મશિંતો ઘર્મ છે જે મોટા ભાગે ભારતીય હિન્દૂ સંસ્કૃતિ મુજબ મળતો આવે છે.
આ ધર્મની માન્યતા અનુસાર જાપાનનો રાજ પરિવાર સૂર્ય દેવી આમાતિ રાસો ઑમો કામી માંથી ઉત્પન થયો છે જે માં દૈવી શક્તિનો વાસ નદીઓપ્રાકૃતિક શક્તિઓ ,પહાડો ,પશુઓ, સૂર્ય ચંદ્રમાં હોય છે આથી કાલાન્તરમાં પૂર્વજો અને મહાન વ્યક્તિઓ સમ્રાટો સહિત આ તમામની પૂજા થતી હતી.પરંતુ બૌદ્ધ ધર્મના પ્રભાવથી તમામ રીતિ છૂટી ગઈ હતી. 1868 અને 1912 માં શિંતો ધર્મએ બૌદ્ધધર્મથી સ્વતંત્ર રીતેઅલગ થઇનવો ધર્મ શિંતો ધર્મ સ્થાપ્યો તેના વિવિધ વિધવાન કે કોઈ ક્રિયા કાંડનો કોઈ ગ્રન્થ નથી.
જાપાનીઝ માન્યતા છે તેના દરેક કાર્યમાં ઈશ્વરની કૃપા છે જાપાનના ક્યોટોમાંશિંતો ધર્મના મંદિરો હિન્દૂધર્મ સાથે મળતા આવે છે 80% જાપાનીઝ ભગવાનભારતીય હિંદૂ ભગવાનને મળતા આવે છેસેવન ગોડના સ્ટેચ્યુમાં 3 ગોડ હિન્દૂ સંસ્કૃતિ મુજબના છે ,સરસ્વતીનેબેન્ઝાય કેન સામાં તરીકે ઓળખવામાં આવે છે. ગણપતિને કાંગિટનતરીકે ઓળખવામાં આવે છે. કુબેરને બિસમોન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. વરુણ, યમ,સૂર્ય અને લક્ષ્મીજીના પણ અન્ય નામથીપૂજવામાં આવે છે. આથી હિન્દૂ ધર્મનો પ્રભાવ ભૂતકાળમાં પણ જાપાનમાં હોવાનું મનાય છે.