ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar Municipal Corporation: ઓમીક્રોન વોરીયંટનો શંકાસ્પદ કેસ, JMC કમિશનરે કરી ETV ભારત સાથે વાત - કોવિડ નોડલ ઓફિસર

જામનગરમાં બે દિવસ પહેલા (omicron cases in gujarat) આફ્રિકાના ઝિમ્બાબ્વેથી આવેલા 62 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Suspected case of Omicron variant) આવ્યો હતો, આ વૃદ્ધની હાલ જામનગરની કોવીડ હોસ્પિટલમાં (Kovid-19 Hospital Jamnagar) સારવાર આપવામાં આવી રહી છે. ડેલ્ટા વેરિઅન્ટ (Delta Variant) બાદ ઓમિક્રોન વાયરસ (New Variant Of Corona, Omicron) પણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે,અનેક દેશોમાં ઓમિક્રોનના દર્દીઓ નોંધાઈ રહ્યા છે.

Jamnagar Municipal Corporation: ઓમીક્રોન વોરીયંટનો શંકાસ્પદ કેસ, JMC કમિશનરે કરી ETV ભારત સાથે વાત
Jamnagar Municipal Corporation: ઓમીક્રોન વોરીયંટનો શંકાસ્પદ કેસ, JMC કમિશનરે કરી ETV ભારત સાથે વાત

By

Published : Dec 3, 2021, 4:00 PM IST

  • જામનગરમાં ઓમીક્રોન વેરિઅન્ટનો શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ દર્દી અત્યાર સુધીમાં 90થી વધુ લોકોના સંપર્કમાં આવ્યું
  • દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા

જામનગર:જામનગરમાં ઓમીક્રોન વેરિઅન્ટનો (omicron cases in gujarat) શંકાસ્પદ કેસ નોંધાતા (Suspected case of Omicron variant) મનપા હરકતમાં આવ્યું છે. Etv ભારત સાથેની વાતચીતમાં જામનગર મહાનગરપાલિકાના (Jamnagar Municipal Corporation) કમિશનર વિજય ખરાડી જણાવ્યું કે, દર્દીની હાલત સ્થિર છે અને દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા છે. શંકાસ્પદ દર્દી અત્યાર સુધીમાં 90થી વધુ લોકોના સંપર્કમાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે.

Jamnagar Municipal Corporation: ઓમીક્રોન વોરીયંટનો શંકાસ્પદ કેસ, JMC કમિશનરે કરી ETV ભારત સાથે વાત

આ પણ વાંચો:Covid-19 Omicron:દ.આફ્રિકામાં લૉકડાઉન, WHOએ Omicron સામે કામ કરવા ટીમ મોકલી

મનપા દ્વારા લોકોને કોવીડ ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ

62 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીને હાલ જામનગરની કોવિડ હોસ્પિટલમાં (Kovid-19 Hospital Jamnagar) સારવાર આપવામાં આવી રહી છે, ઉલ્લેખનીય છે કે, કોરોનાનો નવો વેરિઅન્ટ આફ્રિકન કન્ટ્રીમાંથી અન્ય દેશોમાં ફેલાઈ રહ્યો છે. ગુજરાતમાં ઓમીક્રોન વેરિઅન્ટનો પ્રથમ શંકાસ્પદ કેસ જામનગરમાં નોંધાયો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોવીડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પણે લોકો પાલન કરે અને માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે.

આ પણ વાંચો:Omicron New Variant: ન્યૂ વેરિઅન્ટ ઓમિક્રોન નિવારણ માટે 'બૂસ્ટર ડોઝ' જરૂરી: નિષ્ણાત

લોકોએ તકેદારી રાખી ઓમીક્રોન સામેની લડાઇ લડવી જોઈએ

જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોવિડ નોડલ ઓફિસરની રાહબરીમાં વૃદ્ધ દર્દીને હાલ સંપૂર્ણ સારવાર આપવામાં આવી રહી છે. Etv ભારત સાથેની વાતચીતમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું કે, જામનગર વાસીઓએ covid ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી બન્યું છે. ડેલ્ટા વેરિઅન્ટ (Delta Variant) બાદ ઓમિક્રોન વાયરસ (New Variant Of Corona, Omicron) પણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અનેક દેશોમાં ઓમિક્રોનના દર્દીઓ નોંધાઈ રહ્યા છે, લોકોએ તકેદારી રાખી ઓમીક્રોન સામેની લડાઇ લડવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details