ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ, ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો - gujarat

પોરબંદરઃ અષાઢી બીજ નિમિતે પોરબંદરમાં સુદામા ચોકમાં આવેલ વર્ષો જુના જગન્નાથજીના મંદિરેથી રથયાત્રા નીકળી હતી. જગન્નાથના દર્શન કરવા ભક્તો ઉમટયા ઢોલ નગારા અને DJના તાલે લોકોએ જગન્નાથજીના દર્શનનો લાભ લીધો હતો.

સ્પોટ ફોટો

By

Published : Jul 4, 2019, 6:13 PM IST

દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે પોરબંદરના સુદામા ચોકમાં આવેલા જગન્નાથજીના નિજ મંદિરથી બપોરના સમયે રથયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ રથયાત્રામાં 100 વર્ષ જુના સીસમના રથમાં જગન્નાથજી બલભદ્ર અને સુભદ્રા સાથે નગર ચર્યાએ નિકડ્યા હતા. ત્યારે રથયાત્રામાં પ્રસાદ રૂપે ફણગાવેલા મગ અને ચણા ભક્તજનોને આપવામાં આવ્યા હતા.

પોરબંદરમાં જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ

આ યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ રથ યાત્રા જગન્નાથજીના નિજ મંદિરથી નીકળી માણેકચોક થઈ શીતલા ચોક અનેત્યાથી હનુમંગુફા પોલીસ ચોકી થઈને નિજ મંદિર પરત ફરી હતી.

ABOUT THE AUTHOR

...view details