- ભારતીય જળસીમામાંથી 50 કિલો હેરોઇન ઝડપાયું
- અંદાજીત 250 કરોડનો હેરોઇનનો જથ્થો જપ્ત
- સાત ઇરાની નાગરિકોની ધરપકડ કરાઇ
- ફિશીંગ બોટમાં હેરોઇન કરતા હતા સપ્લાય
ન્યૂઝ ડેસ્ક : ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળ સીમામાંથી અજ્ઞાત બોટમાંથી 50 કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે. જેની કિંમત આશરે 250 કરોડ હોવાની શક્યતા છે. તેમજ બોટમાંથી 7 ઈરાની નાગરિકો પણ ઝડપાયા છે. તેમજ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે. આ 7 ઈરાની નાગરિકો ફિશીંગ બોટમાં હેરોઇન સપ્લાય કરતા હતા.
હેરોઇનનો જથ્થો ઝડપાયો
ગુજરાત પબ્લિક રિલેશન્સ ઓફિસર (ડિફેન્સ) એ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, "ઇન્ટેલિજન્સના આધારે સંયુક્ત કાર્યવાહીમાં ભારતીય કોસ્ટગાર્ડ અને ATS ગુજરાતે ભારતીય જળમાં હેરોઇનનો જથ્થો સાથે ઇરાની નાગરિકો પકડ્યા છે." બોટને તપાસ અને તપાસ માટે નજીકના બંદરે લાવવામાં આવી છે.