ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં ગાંધીજી પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ - ગુરુકુળ મહિલા કોલેજ પોરબંદર

પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજ ખાતે મહાત્મા ગાંધી પર આધારિત આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં દેશભરના 20 જેટલા વિદ્વાનોની ઉપસ્થિત રહ્યાં હતા અને 380 સંશોધનપત્ર રજૂ થયા હતા.

પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજ ખાતે મહાત્મા ગાંધી પર આધારિત આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો
પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજ ખાતે મહાત્મા ગાંધી પર આધારિત આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

By

Published : Feb 1, 2020, 7:52 AM IST

પોરબંદરઃ જિલ્લામાં ગુરૂકુળ મહિલા કોલેજ ખાતે ‘જીવન અને જીવન પછી મહાત્મા ગાંધી: મૂલ્ય, પ્રણાલી અને સત્’ વિષય ઉપર આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં ૩૮૦ જેટલા સંશોધનપત્રો રજૂ થયા હતા.

રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઇ કાલિદાસ મહેતા આર્યકન્યા વિધાલય ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પોરબંદર તથા સાહિત્ય અકાદમી, નવી દિલ્હી તથા સૌરાષ્ટ્ર્ર સિમેન્ટ રાણાવાવના સહિયારા અનુદાનથી આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીજીને શૈક્ષણિક શ્રધ્ધાંજલી આપવાના હેતુસર જીવન અને જીવન પછી મહાત્મા ગાંધી મૂલ્ય, પ્રણાલી અને સત્ય વિષયે આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી વિચાર સાથે જોડાયેલા દેશ–વિદેશના 20 જેટલા વિદ્ધાનો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં 380 જેટલા સંશોધનપત્રો રજૂ થયા હતા.

પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજ ખાતે મહાત્મા ગાંધી પર આધારિત આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

માનવ સ્વભાવ વિશે સમજ

માનવ–સ્વભાવ, સત્વ, રજસ, અને તમસના વિવિધ મિશ્રણથી બનેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે, સત્વ, રજસ, અને તમસના ગુણોને પાર કરીને મનુષ્ય ઉચ્ચતર સ્વભાવ પ્રાપ્ત કરે છે. આવા ઉચ્ચત્તર સ્વભાવને પામનારા ગાંધીજીના જન્મને 150 વર્ષ થયા તેમ છતાં તેમનું ચિંતન એટલું જ પ્રભાવક છે.

ગાંધીએ ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું છે વિશ્વ

ગાંધીજી અહિંસા માટે ફના થનાર ક્રાંતિકારી હતા. આત્મસંહારના સ્વાર્થી માર્ગ ઉપર માણસના અસ્તિત્વ સામે આજે જ્યારે જોખમ ઉભું થયું છે, ત્યારે આજે પણ ગાંધીજી પોતાના અક્ષરદેહથી આપણાને નમ્રતાપૂર્વક સત્ય, કરૂણા અને પ્રેમની મશાલ ચિંધે છે અને એમના ચિંધેલા માર્ગે ચાલવા આજે સમગ્ર વિશ્વ મજબૂર બન્યું છે, ત્યારે તેમના વિચાર મૂલ્યોને ઉજાગર કરવાના હેતુસર ગુરૂકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પોરબંદર જીવન અને જીવન પછી મહાત્મા ગાંધી મૂલ્ય, પ્રણાલી અને સત્ય વિષયે આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદનો વિષય હતો. જીવન અને જીવન પછી મહાત્મા ગાંધી મૂલ્ય, પ્રણાલી અને સત્ય અને તેના અંતર્ગત આપવામાં આવેલા પેટા વિષય હતા. ગાંધી વિચાર, ગાંધીજી અને મૂલ્ય પ્રણાલી, ગાંધીજી અને આરોગ્ય, ડીકોડીંગ ધ ગાંધીયન કોડ, ગાંધીજી અને સમાજ, ગાંધીજી અને સાહિત્ય, ગાંધીજી અને અર્થશાસ્ત્ર, ગાંધીજી અને વાણિજય, ગાંધીજી અને મનોવિજ્ઞાન, ગાંધીજી અને શિક્ષણ, ગાંધીજી અને માહિતી ટેકનોલોજી.

પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજ ખાતે મહાત્મા ગાંધી પર આધારિત આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

બીજી ઓકટોબરે લેવાયો હતો સેમિનારનો નિર્ણય

વર્ષ 2019-2020ને આજે સમગ્ર ભારત ગાંધીજીની 150મી જન્મજયંતીના વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે ગુરૂકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગાંધીજીના જન્મદિવસ બીજી ઓકટોબરના રોજ નિર્ણય લેવાયો કે ગાંધીજીના નિર્વાણ દિવસ 30મી જાન્યુઆરીના દિવસે આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદનું આયોજન કરવું અને લેવાયેલા નિર્ણય મુજબ 30મી જાન્યુઆરી 2020ના રોજ સવારે યોજાયો હતો.

દેશ–વિદેશના નિષ્ણાંતોની ઉપસ્થિતી

ગાંધી વિચાર સાથે જોડાયેલા દેશ–વિદેશના વિદ્ધાનો પ્રો. રાજન વેલુકર, વિખ્યાત લેખિકા રંજના હરીશ, સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી રાજકોટ અંગ્રેજી વિભાગના પ્રો. કમલ મહેતા, ગુજરાત યુનિવર્સિટી અંગ્રેજી વિભાગના પ્રો. દર્શનાબહેન ભટ્ટ, ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનીવર્સીટી ઔરંગાબાદ મહારાષ્ટ્ર્રથી અંગ્રેજી વિભાગના પ્રો. મુસ્તજીબ ખાન, સૌરાષ્ટ્ર્ર યુનિવર્સીટી રાજકોટ ઈંગ્લીશ ડીપાર્ટમેન્ટના પ્રો. આર.બી. ઝાલા, સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી રાજકોટ ઈંગ્લીશ ડીપાર્ટમેન્ટના પ્રો. સંજય મુખર્જી, મીનાબેન કુંડલીયા કોલેજ રાજકોટના પૂર્વઆચાર્ય દક્ષાબહેન જોશી, સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી રાજકોટ હિન્દી ડીપાર્ટમેન્ટના પૂર્વ પ્રો. ગીરીશભાઇ ત્રિવેદી, જામનગરથી હિન્દી વિભાગના પૂર્વ પ્રો. દિલીપસિંહ આશર, ગુજરાત વિધાપીઠથી ગાંધીયન સ્ટડીના પ્રોફેસર મહેબુબ દેસાઇ, આર.એચ. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદના આચાર્ય ઐયર, એચ.એલ. કોલેજ અમદાવાદના આચાર્ય સંજય વકીલ અને આદિપુર કચ્છની તોલાની કોલેજના આચાર્ય સુશીલ ધર્માણીની ઉપસ્થિતીમાં જીવન અને જીવન પછી મહાત્મા ગાંધી મૂલ્ય, પ્રણાલી અને સત્ય વિષયક આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદનું ઉદ્ઘાટન થયું હતું.

પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજ ખાતે મહાત્મા ગાંધી પર આધારિત આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

કુલભ્રાતાને શ્રધ્ધાંજલિ

આ પરિસંવાદનો આરંભ આર્ય સંસ્કાર પ્રમાણે વેદમંત્રથી કરવામાં આવ્યો હતો. સાથે જ સંસ્થાના સ્વ. કુલભ્રાતા ધીરેન્દ્રભાઇ મહેતાને મૌન દ્રારા શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

15 રીસોર્સ પર્સનની ઉપસ્થિતી

આ પરિસંવાદની ઉદ્ઘાટન બેઠકના ચીફ ગેસ્ટ હતા મુંબઇ યુનિવર્સિટી મુંબઇ તથા યશવંતરાઉ ચવન ઓપન યુનીવર્સીટી પુણે અને જી.એચ. રૈસોની યુનીવર્સીટીના પૂર્વ વાઇસ ચાન્સેલર, એસએનડીટી વુમન યુનીવર્સીટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર, ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી, હાયર એન્ડ ટેકનીકલ એજયુકેશન ડીપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર્રમાં 32 વર્ષથી શિક્ષણના ક્ષેત્રમાં લીડર, નાવીન્ય લાવનાર, ટેકનોલોજીના આ્રગહી, પ્રો. રાજન વેલુકર તથા વિશ્વ વિખ્યાત લેખિકા ગુજરાત યુનીવર્સિટીના અંગેજી વિભાગના પૂર્વ વિભાગ અધ્યક્ષ, અનુવાદક, અનટચેબલ માણસના છુપા દર્દને અભિવ્યકત કરનાર નારીની ચેતનાને સાહિત્યમાં અવાજ આપનાર અને દેશ–વિદેશમાં ફેમીનીઝમના ક્ષેત્રમાં સુખ્યાત પ્રો.ડો. રંજના હરીશ, સૌરાષ્ટ્ર્ર યુનીવર્સીટી રાજકોટ અંગ્રેજી વિભાગના પ્રો. કમલ મહેતા અને આર્યકન્યા વિધાલય ટ્રસ્ટના ડાયરેકટર ઇરા શીલ ઉપરોકત સમગ્ર ભારતમાંથી પધારેલ જુદા–જુદા 15 જેટલા રિસોર્સ પર્સનનું કોલેજના આચાર્ય અનુપમ નાગરે ઉષ્માસભર સ્વાગત કર્યુ હતું. દીપપ્રાગટય અને સ્વ. કુલભ્રાતા ધીરેન્દ્રભાઇ મહેતાને પુષ્પાંજલિ અર્પીને પરિસંવાદને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પ્રો. કમલ મહેતા

રાજકોટ અંગ્રેજી વિભાગના પ્રો. કમલ મહેતાએ પોતાના વિચારોની અભિવ્યકિત કરતા કહેલું કે, ગાંધીજીએ પોતાના વિચારો માનવ જીવન સંદર્ભે પ્રસ્તુત કર્યા છે. તેમના મતે સ્વરાજ એટલે રીસ્પેકટ, આદર, સન્માન આ પરિસંવાદ ગાંધીજીને આપવામાં આવેલી એક શ્રધ્ધાંજલી છે. જેના માધ્યમથી આપણે કંઇક શીખવાનું છે.

પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજ ખાતે મહાત્મા ગાંધી પર આધારિત આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

સોવેનીયરનું વિમોચન

આ પરિસંવાદમાં ભાગ લીધેલ શિક્ષક, વિધાર્થીના સંશોધનપત્રોના સરાંશ રજુ કરતા સોવેનીયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. સોવેનીયરમાં ગુજરાતના મુખ્ય પ્રધાનથી લઇને અનેક સુપ્રસિધ્ધ હસ્તીઓના શુભેચ્છા સંદેશની ઉદ્ઘાટન બેઠકમાં નોંધ લેવામાં આવી હતી.

કીનોટસ સ્પીકરનું વકતવ્ય

પ્રો. રાજન વેલુકરે આ બેઠકમાં પોતાનું ચાવીરૂપ વ્યાખ્યાન આપતા જણાવેલું કે, હત્પં અહીં સાંભ્ળવા આવ્યો છું, વિશ્વ માનવ ગાંધીજીની અને કસ્તુરબાની ભૂમિની મુલાકાત લેવાની ઇચ્છા આ પરિસંવાદના માધ્યમથી પુરી થઇ છે. આ વર્ષ માત્ર ગાંધીજીનું જ નહીં કસ્તુરબા ગાંધીના જન્મનું પણ 150નું વર્ષ છે. માટે આપણા આ વર્ષને કસ્તુરબા ગાંધીની 150મી જન્મજયંતી વર્ષ તરીકે પણ ઉજવવું જોઇએ. આપણા દેશમાં પ્રશ્ન એ નથી કે આપણે શું કરવું છે? પ્રશ્ન એ છે કે, આપણે કશું કરતા નથી. આપણે કશું જ નથી કરતા વળી આપણે કોઇને સારૂ કામ કરવા દેતા પણ નથી. સારૂ કામ કરનારને આપણે એ કહીએ છીએ કે, તું આ કામ ન કરીશ કારણ કે પછી મારે પણ એ કામ કરવું પડશે. આપણે આ માનસિકતામાંથી બહાર આવવું પડશે. આઝાદ ભારતના દરેક વીરનું જીવન કર્મથી ભરપુર છે. તેઓએ પોતાના અનુભવોને રજુ કરતા કહેલું કે, તેઓ જયારે 1996 થી 2000ના વર્ષમાં રાષ્ટ્ર્રીય સેવા યોજના (એનએસએસ) મહારાષ્ટ્ર્રમાં જોડાયેલા ત્યારે તેઓ સમાજ વચ્ચે જઇને એક ઉદાહરણ આપતા કે કોઇ રડતું હોય અને આપણે તેને પુછીએ કે, તમે કેમ રડો છો? તો તે જવાબ આપે કે મારી આગળ વાળો રડે છે માટે બસ આપણે ગાંધીજીને ફકત આ રીતે જ ઓળખીયે છીએ માટે આપણે સમય પસાર નથી કરવાનો આપણે ગાંધીને ખુબ વાંચીને તેના વિચારોને સમજીને, સ્વીકારીને, અપનાવીને આગળ વધવું પડશે. અહીંસા એવું શ છે જે સૌને ડરાવે છે. બુદ્ધ અને મહાવીરના આ શને ગાંધીજીએ પણ અપાનાવ્યું.

રંજના હરીશનું વકતવ્ય

ગેસ્ટ ઓફ ઓનર રંજના હરીશ મેડમે ગાંધીભુમિ પોરબંદરની માટીને અને રાજરત્ન શ્રેષ્ઠશ્રી નાનજીભાઇ કા. મહેતાના સમયને વંદન કરતા કહેલું કે, કદાચ કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે, પોબંદરની ભૂમિમાં પાંચીકા રમતા, કસ્તુરબા ઉપર ધાક જમાવતા, ચોરી કરતા, વિદેશમાં પોતાની પાઘડી નહીં ઉતારતા, બોલવાથી ડરતા ધ્રુજતા ગાંધી આવીઅ અદભુત મહાનતાને વરશે? અને તેમણે આ આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદની સફળતા માટે શુભકામનાઓ આપી હતી.

પ્રાસંગિક કાર્યક્રમો

આ ઉદ્ઘાટન બેઠકનું સંચાલન પરિસંવાદના કો. ઓર્ડીનેટર નયનભાઇ ટાંકે કર્યુ હતું અને પરિસંવાદના કો. ઓર્ડીનેટર શાંતીબેન મોઢવાડીયાએ સહત્પ પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી અભિવ્યકત કરી હતી. પરિસંવાદના પ્લેનરી સેશનમાં ડો. દર્શના ભટ્ટ, ડો. મુસ્તજીબખાન, ડો. મહેબુબ દેસાઇએ પોતાના ગાંધીજી સંદર્ભના મૂલ્યવાન વિચારોની પ્રસ્તુતિ કરી હતી. આ સેશનને અંતે આભાર કોલેજના વાઇસ પ્રિન્સીપાલ રોહીણીબા જાડેજાએ પ્રદર્શિત કર્યેા હતો. આ પરિસંવાદ એક સ્પેશ્યલ સ્કયાપ સેશનનું આયોજન થયેલું જુેની સુવિધા થકી દારા સ્કોટલેન્ડથી ડો. બેવેર્લેય અને ટોરોન્ટોથી ડો. અભિમન્યુ કૌલે ગાંધીજી સંદર્ભી પોતાના મૂલ્યવાન વિચારોની પ્રસ્તુતિ કરી હતી. આ પરિસંવાદમાં 108 અધ્યાપકોએ તથા 272 વિધાર્થીઓએ પોતાના સંશોધનપત્રો રજુ કર્યા હતા.

શુભેચ્છા સંદેશ

આ પરિસંવાદ માટે ગુજરાતના ગવર્નર અને મહામહિમ દેવવ્રત આચાર્ય, આર્યકન્યા વિધાલય ટ્રસ્ટના નાનજી કાલીદાસ મહેતા પરિવારના જય મહેતા, કમલાક્ષી મેડમ, માનદમંત્રી સુરેશભાઇ કોઠારી, પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના આશીર્વાદ પ્રાપ્તા થયા હતા. નાદુરસ્ત તબીયતને લીધે ઉપસ્થિત ન રહી શકેલા ડો. શિરીષ ચીન્ધડેએ તથા સંજોગવશાન હાજર ન રહી શકેલા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના વાઇસ ચાન્સેલર પ્રો. ચેતનભાઇ ત્રિવેદીએ પોતાનો શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો.

સફળ આયોજન

આ પરિસંવાદના ગેસ્ટ ઓફ ઓનર ડો. રંજના હરીશ તથા પ્રો.ડો. કમલ મહેતા તથા આર્યકન્યા વિધાલય ટ્રસ્ટના ડાયરેકટર ઇરા શીલ મેડમની અધ્યક્ષતામાં સમાપન બેઠક યોજાયેલી હતી, જેમાં કોલેજની છાત્રાઓએ વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજનની નૃત્ય પ્રસ્તુતિ કરી હતી. આ બેઠકમાં સર્વે રિસોર્સ પર્સનનું સ્મૃતિ ચિન્હથી સન્માન કરવામાં આવેલું. સમાપન બેઠકનું સંચાલન પરિસંવાદના કો. શર્મિષ્ઠા પટેલે કર્યુ હતું. તો આભાર દર્શન પ્રો. ડો. કેતકીબેન પંડયાએ કરેલ. આ આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદનું આયોજન કોલેજના આચાર્ય ડો. અનુપમભાઇ નાગરે સાહિત્ય અકાદમી ન્યુ દિલ્હી તથા સૌરાષ્ટ્ર્ર સિમેન્ટ રાણાવાવના સહિયારા અનુદાનથી કર્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details