ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરની બન્ને સરકારી કોવિડ હોસ્પિટલ ફૂલ હોવાથી અન્ય જિલ્લામાં દર્દીઓને દાખલ થવાના લાગ્યા બેનર

પોરબંદરની બન્ને સરકારી કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ હોવાથી નવા દર્દીઓએ પ્રાઇવેટ હોસ્પિટલમાં અથવા અન્ય જિલ્લાની હોસ્પિટલમાં દાખલ થવાના બેનરો લાગ્યા હતા.

દર્દીઓમાં 'જાયે તો જાયે કહાં' જેવી સ્થિતિ સર્જાઇ
દર્દીઓમાં 'જાયે તો જાયે કહાં' જેવી સ્થિતિ સર્જાઇ

By

Published : Apr 27, 2021, 10:53 AM IST

  • દર્દીઓમાં 'જાયે તો જાયે કહાં' જેવી સ્થિતિ સર્જાઇ
  • મદદરૂપ થવાના બદલે નવા દર્દીઓને અન્યત્ર હોસ્પિટલમાં જવાની સૂચના
  • તંત્ર દ્વારા અન્ય કોઇ વ્યવસ્થા નહીં: બેદરકારી આવી સામે

પોરબંદર: એક તરફ રાજ્ય ભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અન્ય જિલ્લાના દર્દીઓ પોરબંદરમાં આવતા પોરબંદરની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલ તથા જનરલ નરસિંગ સ્કૂલ ફૂલ હોવાના બેનર લાગતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે અને દર્દીઓમાં 'જાયે તો જાયે કહાં' જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: દર્દીઓનાં ટપોટપ મોત અંગે માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરાઈ

હોસ્પિટલમાં બેડ ફૂલ હોય તો અન્ય હોસ્પિટલ ઉભી કરી શકાય છે

પોરબંદર જિલ્લામાં આવેલા સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ તથા જનરલ નર્સિંગ સ્કૂલ કોવિડ-19 હોસ્પિટલમાં હાલ ઉપલબ્ધ તમામ બેડ ફૂલ થઈ ગયેલા છે. જેથી નવા દર્દીઓને વિનંતી કે અન્ય ખાનગી દવાખાના અથવા તો અન્ય જિલ્લા ખાતે દાખલ થવા માટે પ્રયત્ન કરવા તબદીલ થવા વિનંતી છે. તેવું બેનર CDMO સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ પોરબંદર દ્વારા લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પોરબંદરમાં રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી પાન અને ચાની દુકાન-લારી બંધ રાખવા કલેક્ટરનો આદેશ

'જાયે તો જાયે કહાં'....!

સરકાર દ્વારા અન્ય કોઈ સુવિધા નથી. આવા કપરા સમયમાં ગરીબ દર્દીઓ ક્યાં જાય! તંત્ર દ્વારા તાત્કાલિક નવી કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવે તો દર્દીઓને ઉપયોગી નીવડે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે.

ABOUT THE AUTHOR

...view details