શહેરમાં રહેતા પીયુષ લાખાણી નામનો વ્યક્તિ દાઢી કરાવવા માટે હેર સલૂનમાં ગયો હતો. દરમિયાન દાઢીમાં કલર કરાવવા અર્થે હર્બલ ડાઈ કરાવી હતી. જે લગાવ્યાના થોડા જ સમયમાં પિયુષભાઈનો ચહેરો અચાનક સૂઝી ગયો હતો. તેના હોઠ પણ ફૂલી ગયા હતા. તેમજ ચક્કર આવવા લાગ્યા હતા. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરમાં હર્બલ હેર ડાઈથી એક વ્યક્તિને ઈન્ફેક્શન, ચહેરો પર સોજો આવી જતાં સારવાર હેઠળ - dye
પોરબંદરઃ શહેરના એક વ્યક્તિને હર્બલ ડાઈ(કાળી મંહેદી) દાઢીમાં લગાવવાને કારણે ઈન્ફેક્શન થયાની ઘટના સામે આવી છે. મો પર સોજો આવી જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
f
ઉલ્લેખનીય છે કે બજારમાં મળતી અનેક હેર ડાઈના પેકેટ પર હર્બલ લખેલું હોય છે, છતાં આ પ્રકારની ડાઈમાં પણ કેમિકલ ઉમેર્યું હોવાને કારણે લોકોને ઈન્ફેક્શન થયાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે પિયુષભાઈ સાથે આ ઘટના બનતા તેમના ભાઈ હાર્દિક લાખાણીએ કંપની સામે કાર્યવાહી કરવા માટે તંત્રને વિનંતી કરી છે. તેમજ લોકોને હેર ડાઈનો ઉપયોગ ન કરવા માટે પણ જણાવ્યું છે.
Last Updated : Jul 11, 2019, 4:59 AM IST