પોરબંદર શહેરના યુવાનોને જીવનમાં સફળતા મેળવવા માટે ઇન્ડિયન લાયન્સ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં પોતાના જીવનમાં વિપરીત સંજોગોમાં સંઘર્ષ કરી સફળતા મેળવી હોય તેવા વકતાઆેએ એમના જીવનના સંઘર્ષના સમયના ઉદાહરણો આપીને યુવાનોને પ્રેરિત કર્યા હતા. પોરબંદરના S.P. DO. પાથર્રાજસિંહ ગોહીલ, ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના દિવ્યાંગ આેલરાઉન્ડર ભીમભાઇ ખુંટી તથા વી.આર.ગોઢાણીયા કોલેજના પ્રિન્સીપાલ ડો. હીનાબેન આેડેદરાએ ઉપિસ્થત યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.
પોરબંદરમાં ઇન્ડીયન લાયન્સ દ્વારા ‘પ્રેરણા’ કાર્યક્રમ યોજાયો - etv bharat
પોરબંદરઃ શહેરના યુવાનોને જીવનમાં સફળતા મેળવવા માટે માર્ગદર્શન મળી રહે એ હેતુથી ઇન્ડિયન લાયન્સ પોરબંદર દ્વારા એક મોટીવેશન વકતવ્યોના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
porbandar
ઇન્ડિયન લાયન્સના પ્રમુખ ડો.સનત જોશી, સેક્રેટરી બલરાજ પાડલિયા, નેશન ફસ્ર્ટ ફાઉન્ડેશનના પ્રમુખ શૈલેષ પરમાર, કમીટી મેમ્બર ડો.જનાર્દન જોશી અને પ્રાેજેકટ ચેરમેન ચંદ્રેશ કીશોરે આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.