પોરબંદરઃભારતીય કોસ્ટ ગાર્ડે ફરી એક વાર માછીમારોના જીવ બચાવ્યા છે. આ વખતે કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ફસાયેલી ફિશિંગ બોટમાંથી 6 માછીમારોને બચાવ્યા છે. સમુદ્રમાં માછીમારી કરતા સમયે પાણી બોટમાં ઘૂસી હતી. તે દરમિયાન જલપ્રલયની ઘટના થતાં 6 માછીમારો તેમાં ફસાયા હતા. જ્યારે તમામ 6 ક્રૂ મેમ્બરને ICG શિપ પર લઈ જવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) જહાજ આરૂષે આ તમામ માછીમારોના જીવ બચાવ્યા હતા.
તમામ છ ક્રૂ મેમ્બર ને ICG શિપ પર લઈ જવામાં આવ્યા આ પણ વાંચોઃBudget Session: ગુજરાતના 560 માછીમારો પાકિસ્તાન જેલમાં, સરકારે 2 વર્ષમાં ફક્ત 21 વખત કેન્દ્રમાં અરજી કરી
તમામ છ ક્રૂ મેમ્બર ને ICG શિપ પર લઈ જવામાં આવ્યાઃલગભગ 4 વાગ્યે ભારતીય કોસ્ટ ગાર્ડનું જહાજ આરૂષ, અરબી સમુદ્રમાં તહેનાત પર ભારતીય ફિશિંગ બોટ (IFB) હિમાલય પર અનિયંત્રિત બોટ અંગે એક ઇમરજન્સી કોલ આવ્યો હતો, જે બોટ સમુદ્રમાં માછીમારી કરી રહી હતી. ગુજરાતના દરિયાકાંઠે 80 કિલોમીટર ICG શિપ મહત્તમ ઝડપે ફસાયેલી બોટ તરફ આગળ વધી હતી. બોટ ભારે ભરાઈ ગઈ હતી અને આંશિક રીતે પાણીમાં ડૂબી ગઈ હતી. ત્યારે બોટમાં રહેલા માછીમારોના જીવન બચાવવાને પ્રાથમિકતા આપવાના પ્રયાસ કર્યો હતો તમામ 6 ક્રૂ મેમ્બરને ICG શિપ પર લઈ જવામાં આવ્યા હતા.
બોટમાં ભરાયેલા પાણીને બહાર કાઢ્યુંઃICG કર્મચારીઓએ સબમર્સિબલ પમ્પનો ઉપયોગ કરીને બોટમાં રહેલા પાણીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી પરિણામે બોટમાં ભરાયેલા પાણીને નિયંત્રિત કરવામાં આવ્યું હતું. જ્યારે જળપ્રલય દરમિયાન ICG કર્મચારીઓએ બોટના ફિશ સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટમાં એક કાણું જોયું હતું, જેનું પછીથી સમારકામ કરવામાં આવ્યું હતું. 2 કલાકથી વધુની મહેનત બાદ બોટને કાર્યરત્ કરી ક્રૂને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચોઃપોરબંદરના માછીમારો માટે જીવનરક્ષકની ભૂમિકામાં કોસ્ટ ગાર્ડ, કઈ પદ્ધતિથી થાય છે મદદ તે LIVE જૂઓ
સતત મોનિટરિંગઃગુજરાતના 1,600 કિલોમીટર દરિયા કિનારાની સુરક્ષા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવે છે. ત્યારે કોસ્ટ ગાર્ડની વાત કરીએ તો, ભારતીય અને સૌરાષ્ટ્રના જે માછીમારો પોતાની રોજીરોટી કમાવવા દરિયાની અંદર જાય છે, પરંતુ જો અમુક સમયે દરિયો તોફાની બને ત્યારે કોસ્ટ ગાર્ડ દ્વારા તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવે છે. આમ, એવી અનેક ઘટનાઓ બની છે કે, જેમાં કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારોને મધદરીયે જઈને બચાવવામાં આવ્યા છે અને તેમની બોટને પણ પરત લાવવામાં આવી છે. આમ, કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ ઑપરેશન અને સતત મોનિટરિંગ પણ ગુજરાતના દરિયાકાંઠે કરવામાં આવી રહ્યું છે.