- પોરબંદરમાં ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો
- જ્યૂબેલી વિસ્તારમાં આવેલી ચારણ કન્યા છાત્રાલય પાસે ચલાવતો હતો દવાખાનું
- ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ બોગસ તબીબ અનેકના આરોગ્ય સાથે કરતો હતો ચેડા
- પોલીસે રેડ પાડી ઈન્જેકશન કેપસ્યુલ મળી રૂ. 58 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
પોરબંદરઃ પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે, જ્યુબલી વિસ્તારમાં ચારણ કન્યા છાત્રાલય પાસે બોગસ તબીબ પોતાનું દવાખાનું ચલાવે છે. આથી પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે અહીંથી નકલી ડોક્ટર વલ્લભદાસ મગનલાલ વાઘેલા (ઉં.વ. 60) મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે તેનો અભ્યાસ ચેક કરતા જાણવા મળ્યું કે તે તો માત્ર ધોરણ 10 પાસ છે અને કોઈ પણ જાતના ડોક્ટરની માન્ય યુનિવર્સિટીની લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં બોગસ ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોને કેપ્સુલ તથા ઈન્જેક્શન આપતો હતો. એટલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે આરોપી પાસેથી મેડિકલ તપાસણીના સાધનો મળી કુલ રૂ 58 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.