વધુ પડતી ગરમીને કારણે લોકો લીંબુ શરબત, લીંબુસોડા, શેરડીનો રસ, તરબૂચ અને ઠંડા પીણા તરફ વળ્યા છે.બપોરના 2થી 4 દરમિયાન બજારમાં પણ લોકોની અવર-જવરમાં ઘટાડો થયો છે. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી વિતરણ અને છાશ વિતરણ કરી લોકોને ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચાવવાના પ્રયત્નો કરવામાં આવીરહ્યાં છે
પોરબંદરમાં ગરમીનું તાપમાન વધતા લોકો ઠંડાપીણા તરફ વળ્યાં
પોરબંદર: સમગ્ર દેશમાં હીટવેવની અસર છે, ત્યારે પોરબંદરમાં ગરમીનું તાપમાન વધતા, તેની જનજીવન પર અસર પડી હતી. ગરમીથી રાહત મેળવવા લોકોએ શેરડી તથા લીંબુનો રસ અને ઠંડા પીણાના સેવન તરફ વળ્યા હતા.
સ્પોટ ફોટો
પોરબંદરના તબીબ ચિરાગ જાદવે જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં વધુ પડતા તડકાના હિસાબે મોટા પ્રમાણમાં લોકોને લૂ લાગવાથી બીમારી થતી હોય છે. જેમાં બહાર જતી સમયે સુતરાઉ કપડા પહેરવા, ટોપી પહેરવી જોઇએ.આ ઉપરાંત બપોરે 12થી 4ના સમયે બજારમાં ન નીકળવાની સલાહ આપવામાં આવીછે.