ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સલન્સ એવોર્ડ 2020ના ડિસ્ટ્રિક્ટ કેટેગરીમાં પોરબંદર અસમાવતી રિવરફ્રન્ટ કમિટિ રનર્સઅપ રહી - Gujarat Travel

ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સલન્સ એવોર્ડ 2020ની ડિસ્ટ્રિક્ટ કેટેગરીમાં પોરબંદર અસમાવતી રિવરફ્રન્ટ કમિટિ રનર્સ અપ તરીકે સ્થાન પામી છે. જે કારણે પોરબંદરની જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ
Gujarat Travel and Tourism Excellence Award 2020

By

Published : Sep 25, 2020, 10:57 PM IST

પોરબંદરઃ ગુજરાત સરકાર દ્વારા CM ફેસબુક પેજ પર શુક્રવારે ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સીલન્સ એવોર્ડ 2020નું આયોજન કરાયું હતું. જેમાં ટુર્સ અને ટુરિઝમ ક્ષેત્રના અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ મુખ્ય પ્રધાન રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.

ટુરિઝમ ડિસ્ટ્રિક્ટ કેટેગરીમાં રનર્સઅપ તરીકે પોરબંદર અસમાવતી રિવર ફ્રન્ટ કમિટિનો સમાવેશ

ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સલન્સ એવોર્ડ 2020માં ઇનિસિએટિવ ટુરિઝમ ડિસ્ટ્રિક્ટ કેટેગરીમાં રનર્સઅપ તરીકે પોરબંદર અસમાવતી રિવર ફ્રન્ટ કમિટિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેથી પોરબંદરના લોકો એ ગૌરવની લાગણી અનુભવી હતી. ત્યારે આ એવોર્ડમાં નર્મદા જિલ્લાને એવોર્ડ મળ્યો હતો.

પોરબંદર અસમાવતી રિવર ફ્રન્ટ વહેલી તકે ખોલવામાં આવે તેવી લોક માગ

કોરોના સંક્રમણના કારણે 7 મહિનાથી અસમાવતી રિવર ફ્રન્ટ બંધ રાખવામાં આવ્યો છે. તાજેતરમાં તાજમહેલ લોકો માટે કોરોના સંક્રમણની ગાઈડલાઈનને ખાસ ધારાધોરણ રાખી ખુલ્લો મુકવામાં આવ્યો છે, તો પોરબંદર અસમાવતી રિવર ફ્રન્ટ વહેલી તકે ખોલવામાં આવે તેવી લોક માગ ઉઠી છે .

ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સલન્સ એવોર્ડ 2020ના ડિસ્ટ્રિક્ટ કેટેગરીમાં પોરબંદર અસમાવતી રિવરફ્રન્ટ કમિટિ રનર્સઅપ તરીકે સ્થાન પામી

ABOUT THE AUTHOR

...view details