ગુજરાતના સમુદ્ર કિનારે સુરક્ષામાં થશે વધારો, મરીન કમાન્ડોનું સિલેક્શન હાથ ધરાયું
પોરબંદરઃ મુંબઈના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનથી આવેલો કસાબ પોરબંદરના દરિયાનો ઉપયોગ કરી મુંબઈ સુધી પહોંચ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે ગુજરાત સરકાર દ્વારા સુરક્ષામાં વધારો કરવાનોન નિર્ણય કરાયો છે. સુરક્ષા દળોના વિભાગો દ્વારા સમુદ્ર કિનારે સતત પેટ્રોલિંગ કરી આતંકવાદી પ્રવૃતિ ડામવાના પ્રયત્નો કરાઈ રહ્યાં છે, ત્યારે ગુજરાત મરીન પોલીસ વિભાગના વિવિધ સ્થળોમાંથી મરીન પોલીસમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે અને તે માટે ત્રણ દિવસનો મરીન કમાન્ડો સિલેક્શન કેમ્પ પોરબંદર ખાતે યોજાયો હતો.
gujarat-govt-add-new-commader-for-coastal-protection
ગુજરાત મરીન ટાસ્ક ફોર્સમાં ભરતી માટે સમગ્ર ગુજરાતના પોલીસ દળમાંથી 200થી પણ વધુ જવાનોએ પસંદગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ યુવાનોનો મેડિકલ ટેસ્ટ લેવામાં આવે છે, બાદમાં રનીંગની ટેસ્ટ લેવામાં આવે છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. પોરબંદરમાં યોજાયેલા 3 દિવસીય સિલેક્શન કેમ્પમાં SP લગધીરસિંહ ઝાલા સહિત 6 Dysp ઉપસ્થિત રહ્યા હતા.