પાકિસ્તાનની જેલમાં બીમારીના કારણે મૃત્યુ નીપજેલ માછીમાર ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામના રહેવાસી ભીખાભાઇ બામણીયા છે. પાકિસ્તાન-ઇન્ડિયા ફીશ ફોરમના મેમ્બર જીવન જુંગીના જણાવ્યા અનુસાર, સોમવારે 4 તારીખે તેમનું મોત નીપજ્યું હતું અને પરિવારના લોકોને આ અંગે જાણ કરાઈ હતી. પકિસ્તાન-ઇન્ડિયા ફિશ ફોરમ દિલ્હી દ્વારા માછીમારના મૃતદેહને વહેલી તકે માદરે વતન પહોંચડવામાં આવે તેવી માંગ કરી હતી .
પાકિસ્તાની જેલમાં ગીરસોમનાથના માછીમારનું મોત - Gujarat news
પોરબંદરઃ ભારતીય જળ સીમા પરથી અનેક માછીમારોનું અપહરણ પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવે છે અને કરાચી જેલમાં તેઓને બંદીવાન બનાવી દેવામાં આવે છે. જેમાંથી કેટલાકને મુક્ત કરાય છે, પરંતુ ઘણા માછીમારોની જિંદગી દયનીય બની છે. થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનમાં 50 વર્ષના એક ભારતીય માછીમારનું મોત નીપજ્યું હતું, ત્યારે સવાલ ઉભો થાય છે કે, ભારતીય માછીમારો સાથે આ રમત ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી અનેક માછીમારોના પરિવારો બરબાદ થતા રહેશે?
pbr
અત્યાર સુધીમાં અપહરણ કરાયેલા 492 માછીમારો હતા. જેમાંથી એકનું મોત નીપજતા હવે 491 માછીમારો હાલ કરાચીમાં સબડી રહ્યા છે, ત્યારે હજુ પણ એક માછીમાર કરાંચીમાં બીમાર હોવાનું જણાયું છે. જેને પણ ભારત છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીનું વાતાવરણ છે, ત્યારે આ અંગે તુરંત નિર્ણય લેવાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.