હરિદ્વાર જતા પદયાત્રીઓને નશામાં ધૂત ટ્રક ચાલકે કચડી નાખતા 4 નામોત 2ને ઇજા મળતી વિગત મુજબ બુધવારના રોજ પોરબંદરથી હરિદ્વાર પદયાત્રામાં જઈ રહેલા 15 લોકોનો સંઘ રાજસ્થાનના સુમેરપુરના નજીક સિરોહીથી પાલી બાજુ જય રહયો હતો. ત્યારે, એક ટ્રક ચાલક નશામાં ધૂત થઇને પુરપાટ ઝડપે આવી યાત્રાળુઓને જપેટમાં લઈ કચડી નાખ્યા હતા.
હરિદ્વાર જતા પદયાત્રીઓને નશામાં ધૂત ટ્રક ચાલકે કચડી નાખતા 4 નામોત 2ને ઇજા - deth
પોરબંદર:રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના નેતરાં નજીક ફોરલેન હાઇવે પર બુધવારના રોજ શરાબના નશામાં ધૂત એક ટ્રક ચાલકે પુરપાટ ઝડપે આવી પોરબંદરથી હરિદ્વાર જતા યાત્રાળુઓને જપેટમાં લઇ યાત્રાળુઓને કચડીને ફરાર થઇ ગયો હતો. જેમાં ઘટના સ્થળે જ 4 લોકોના મોત નિપજ્યા હતા. જયારે 2 લોકો ગંભીર રીતે ઘવાયા છે.
સ્પોટ ફોટો
જયારે આ ઘટનામાં 4ના ધટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે 2 લોકો ગંભીર રાતે ઘયલ થયા હતા. જેને સારવાર માટે સુમેરપુરના મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે ટ્રક ચાલકને પોલીસે સુમેરપુર નજીકના બિરામી ટોલ પ્લાઝા પાસેથી પકડી લીધો હતો.