ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે છાંયા નગર સેવા સદન ભવનનું ખાતમુહૂર્ત - ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે છાંયા નગર સેવા સદન ભવનનું ખાતમુહૂર્ત
છાંયા નગર સેવા સદન ભવનનું ખાત મુર્હત પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના વરદ હસ્તે થયેલ હતું. આ ભવ્ય બિલ્ડીંગ અંદાજિત ૮૫ લાખ ના ખર્ચે બનશે.
પોરબંદરઃ આ કાર્યક્રમ માં પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઇ ઓડેદરા, મહામંત્રી કપીલભાઇ કોટેચા, અશોકભાઇ મોઢા, ચીફ ઓફિસર રૂદ્રેશભાઇ હુદડ સાહેબ, છાંયા નગર સેવા સદન પ્રમુખ ગીતાબેન ગૌસ્વામી, ઉપ પ્રમુખ જીવાભાઇ ભૂતિયા, ઍજ્યુકેટીવ ચેરમેન શૈલેષભાઇ જોષી, પોરબંદર નગર સેવા સદન પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, છાંયા ભાજપ મહામંત્રી મુકેશભાઇ ઠકરાર, જયેશભાઇ કારાવદરા, પૂર્વ પ્રમુખ ભોજાભાઇ ખુંટી, અંગત મદનીશ નાગજણભાઇ ઓડેદરા, પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ ભૂરાભાઇ કેશવાલા, પૂર્વ પ્રમુખ જીલ્લા ભાજપ નીલેશભાઇ ઓડેદરા, બક્ષીપંચ મોરચા જીલ્લા કિરીટભાઇ મોઢવાડિયા, છાંયા & પોરબંદર નગર સેવા સદન કાઉન્સીલરો, મહિલા મોરચા અગ્રણીઓ, અને પોરબંદર જીલ્લા ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકર્તા ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
TAGGED:
બાબુભાઈ બોખીરિયા