પોરબંદરમાં વાયુ વાવા ઝોડાને પગલે ચોપાટી પર જવા પ્રતિબંધ ફરમાવ્યો છે. છતાં એક વ્યક્તિ ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલ દરિયામાં પડી જતા લોકોએ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી.
પોરબંદરમાં દરિયામાં ડૂબતા યુવાનને બચાવાયો - drowning
પોરબંદરમાં ઈન્દ્રેશ્વર મંદિર પાસે દરિયામાં ડુબતા યુવાનનો ફાયર બ્રિગેડની ટીમે બચાવ કર્યો છે.
hd
બાદમાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી તેને બચાવી લીધો હતો અને સરકારી હોસ્પિટલમાંમાં ખસેડાયો હતો. તેનું નામ દીપક કેશવ બોરખીયા(45, રહે. છાયા) હોવાનું માલુમ પડ્યુ છે. યુવાનને ચક્કર આવતા તે દરિયા માં પડી ગયો હોવાનું વિગતો મળી છે. જ્યારે તેને વધુ સારવાર અર્થે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.