પોરબંદર: વિશ્વભરમાં કોરોનાનો કહેર વર્તાયો છે, ત્યારે કોરોના પોઝિટિવ દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે, આ દરમિયાન તેના પરિવારજનોને અથવા અન્ય કોઇપણ વ્યક્તિઓને મળવા દેવામાં આવતા નથી એવા સમયમાં જ્યારે રક્ષાબંધનનો દિવસ હોય, ત્યારે બહેન રાખડી બાંધી ન શકતા કોરોના પોઝિટિવના દર્દીઓની બહેનોએ આપેલી રાખડી પોરબંદરમાં ભાવસિંહજી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ આઇસોલેશન વિભાગના કોરોના પોઝિટિવ દર્દીઓને બાંધી હતી.
કોરોના પોઝિટિવ દર્દીઓને મહિલા નર્સે રાખડી બાંધી - Corona patients celebrate in Rakshabandhan
કોરોના પોઝિટિવ દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે અને આ દરમિયાન અને તેના પરિવારજનોને અથવા અન્ય કોઇપણ વ્યક્તિઓને મળવા દેવામાં આવતા નથી એવા સમયમાં જ્યારે રક્ષાબંધનનો દિવસ હોય, ત્યારે બહેન રાખડી બાંધી ન શકતા કોરોના પોઝિટિવના દર્દીઓની બહેનોએ આપેલી રાખડી પોરબંદરમાં ભાવસિંહજી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ બાંધી હતી અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.
કોરોના પોઝિટિવ દર્દીઓને મહિલા નર્સે " રક્ષા કવચ" બાંધી દર્દીઓનું મનોબળ મજબૂત કર્યું
રાખડી બાંધતા સમયે દર્દીઓને મજબૂત મનોબળ સાથે કોરોનાને માત આપે તેવા આશીર્વાદ આપ્યા હતા. આ તહેવારના દિવસે દરેક બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે, ત્યારે તમામ દર્દીઓને ભાવસિંહજી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ જિલ્લા વહિવટી તંત્રના દ્વારા આ પવિત્ર તહેવારમાં જલદી સાજા થઇ જાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.