પોરબંદર : ઇન્ટરનેટનો યુગ ન હતો, ત્યારે વર્ષો પહેલા ટીવી પર રામાયણ આવે તે સમયે લોકો બધું કામ છોડીને રામાયણ જોવા ટીવી સામે ગોઠવાઇ જતા હતાં. લોકો રામાયણના એક પણ એપિસોડ જોવાનું ચુકતા ન હતાં.
પોરબંદરના લોકોએ પરિવાર સાથે ટીવી પર રામાયણ નિહાળી ખુશી અનુભવી - પોરબંદરના લોકોએ રામાયણ સિરિયલ નિહાળી
લોકડાઉનના કારણે નવી ફિલ્મો, સિરિયલોનું શુટિંગ બંધ છે. જેના કારણે મોટાભાગની ચેનલ્સ પર જુના શો ના રિપિટ ટેલિકાસ્ટ ચાલી રહ્યા છે. તે જ રીતે રામાયણના એપિસોડ ફરી શરુ કરાતા પોરબંદરના લોકોએ રામાયણ નીહાળી ખુશી અનુભવી હતી.
ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી આ સીરિયલ લોકપ્રિય બની હતી, પરંતુ ઇન્ટરનેટ બાદ અનેક જૂની સીરીયલો વિસરાઈ ગઈ હતી. હાલમાં કોરોના વાઈરસનો કહેર વર્તાવ્યો છે.
હવે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. આ સમયે લોકોએ ઘરમાં જ રહેવાનું હોવાથી દૂરદર્શન ચેનલે રામાયણ સીરીયલનું પ્રસારણ ફરીથી શરૂ કરતા લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. આજે રામાયણ સીરીયલ ચાલુ થાય તે પહેલાં બાળકો અને વૃદ્ધો પરિવારના લોકો સીરીયલ જોવા ટીવી સામે ગોઠવાઈ ગયા હતાં. લોકોએ આ સીરિયલ જોઈને દૂરદર્શન ચેનલનો આભાર માન્યો હતો. રામાયણ સીરીયલ બાળકોમાં પણ સંસ્કારોનું સિંચન કરે છે તેવું લોકોએ જણાવ્યું હતું.
TAGGED:
રામાયણનું રિપિટ ટેલિકાસ્ટ