પોરબંદરમાં સોરઠીયાના પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ ખાતે આજે સવારે 11:00 કલાકે રોજગાર કચેરી પોરબંદર દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2931 ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતાં. જેમાંથી પસંદગી પામનાર યુવાનોને પ્રોત્સાહિત કરાયા હતાં. આ પ્રસંગે એપ્રેન્ટીસશીપ એનાયત પત્રનું વિતરણ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવનાર 1,514 જેટલા ઉમેદવારોને કોલ લેટર સાથે એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવા રિટર્ન ફ્રી કુપન પણ આપવામાં આવ્યા હતાં.
પોરબંદરમાં જિલ્લા કક્ષાએ રોજગાર તથા એપ્રેન્ટીશ ભરતી મેળો યોજાયો - રોજગાર ભરતી મેળો
પોરબંદરઃ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા જિલ્લા કક્ષાના રોજગાર તથા એપ્રેન્ટીશ ભરતી મેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાઇ હતી. મોટી સંખ્યામાં રોજગાર વાછુ યુવકોએ ઉપસ્થિત રહી રોજગારી મેળવી હતી.
સ્પોટ ફોટો
આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા નગરપાલિકા પ્રમુખ તથા કલેકટર ડી એન મોદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતાં. આ રોજગાર ભરતી મેળામાં નવ જેટલી નોકરી દાતા કંપની તરફથી ઇન્ટરવ્યૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં મશીન ઓપરેટર, ટ્રેન ઇન્સ્યોરન્સ, એજન્ટ બ્રાન્ચ મેનેજર, એડવાઈઝર મેનેજર, ડીલેવરી બોય અને સોલર ટેકનિશિયન તરીકેની નોકરીમાં ધોરણ આઠથી 12 પાસ સુધીના તથા ગ્રેજ્યુએટ યુવાનોને રોજગારીની તક મળી હતી.