રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ઘટનાઓમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 ઈમરજન્સી, મહિલાઓને લગતી સમસ્યાઓ દુર કરવા, તેમને જરૂરૂ કાઉન્સલિંગ માટે 181 તેમજ પ્રસુતિ બાદ માતા અને બાળક કોઈ તકલીફ વિના ઘર સુધી પહોંચે તે માટે ખિલખિલાટ અને પશુને સારવાર માટે 1962 અભિયમ સમયાંતરે ચાલુ કરી છે.
ઈમરજન્સી સમયે પોતાની શ્રેષ્ઠ કામગીરી બજાવતા કર્મચારીઓનું કરાયું સન્માન - Emergency
પોરબંદર: રાજ્યભરમાં ઈમરજન્સી માટે 108, મહિલા અભિયમ 181, પશુઓની સારવાર માટે 1962 કરૂણા અભયમ તેમજ ખિલખિલાટ સહિત અલગ-અલગ પ્રોજેક્ટ ચલાવતી સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાના 86 કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
હાલ ઈમરજન્સી સેવા માટે સમગ્ર ગુજરાતમાં 597 એમ્બ્યૂલન્સ કાર્યરત છે. જે દર કલાકે 11 વ્યક્તિનો જીવ બચાવતી હોવાનો દાવો કરે છે. આ તમામ હેલ્પસેવા GVK સંસ્થા ચલાવે છે. આ 24 કલાક ચાલતી સેવાઓમાં હજારો કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. આ સંસ્થા સમયાંતરે કર્મચારીઓનો ઉત્સાહ જાળવી રાખવા કાર્યક્રમ યોજે છે. ત્યારે મોરબીમાં શ્રેષ્ઠ કામગીરી બજાવતા કર્મચારીઓનું સન્માન સમારંભ યોજ્યો હતો.
આ સન્માન સમારોહ મોરબીના ટાઉનહોલ ખાતે યોજાયો હતો. જેમાં કલેક્ટર આર.કે. માકડિયા તેમજ એસ.પી. ડૉ.કરનરાજ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા.