ગુજરાત

gujarat

ETV Bharat / state

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કપાયું પાણીનું કનેકશન, દર્દીઓને હાલાકી...

પોરબંદરનાઃ પોરબંદરના કુતિયાણા તાલુકા આ વર્ષે ઓછા વરસાદને કારણે પાણી તંગી જોવા મળી રહી છે. આ તરફ  કાળઝાર ગરમી પડી  રહી છે અને બીજી તરફ પાણી તંગીએ  લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. તેવામાં કુતિયાણા સામુહિક આરોગય કેન્દ્રમાં પાણીનું કનેકશન કપાતા આરોગય કેન્દ્ર જાણે પાણી વગર નિરાધાર થયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આરોગ્ય  કેન્દ્રનો અગાવનો 4 લાખ જેવો વેરો બાકી હોય એના નગરપાલિકા દ્વારા અવારનવાર લેખિતમાં નોટિસ આપવામાં હતી, પરંતુ આરોગ્ય કેન્દ્ર દ્વારા પાણી વેરો ન ભરાતા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કનેકશન રદ કરવામાં આવ્યું હતું.

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 4 દિવસથી પાણી કનેકશન કપાતા,દર્દીઓ પરેશાન

By

Published : May 4, 2019, 11:49 AM IST

Updated : May 4, 2019, 2:30 PM IST

4 દિવસથી કનેક્શન કપાતા લોકોમાં મુશ્કેલી વધી છે. કુતિયાણા તાલુકો 42 ગ્રામ્ય વિસ્તાર ધરાવે છે અને માત્ર જીવાદોરી સમાન એક જ આરોગ્ય કેન્દ્ર છે. એમાં પણ ડિલેવરી સહીત સામાન્ય ચેક અપ અને પી.એમની કામગીરી થાય છે. રોજ 300 કરતા વધુ ઓપીડીમાં દર્દીઓ આવતા હોય છે.આ કારણોસર રોજ 1000 લીટર જેટલા પાણીની જરૂરિયાત છે.

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 4 દિવસથી પાણી કનેકશન કપાતા,દર્દીઓ પરેશાન

પરંતુ કનેક્શન કપાતા અહીં પાણી ની તંગીના કારણે લેબોરેટરી સહીત તમામ સુવિધા બંધ કરવામાં આવી છે. આ કારણોસર ગરીબ લોકો ના છૂટકે બહાર જિલ્લામાં આવેલી અન્ય હોસ્પિટલ ખાતે જવાની જરૂર પડી રહી છે. હોસ્પિટલમાં 6 થી 7 પાણીના બોર છે. પરંતુ તે તમામ બોરમાં પાણી નથી.

આ મુદ્દે કુતિયાણા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પૂછતા તેમને જણાવ્યું હતું કે અમે અવાર નવાર રજુઆત કરી હતી.પરંતુ 4 લાખથી વધુ વેરો બાકી હોવાના કારણે તેમનું કનેકશન આપેલ હજી પણ હોસ્પિટલ દ્વારા 50 ટકા રકમ ભરપાઈ કરવામાં આવશે તો અમે કનેકશન આપવા તૈયાર છે અને અમે માનવતા હિસાબે હોસ્પિટલને રોજ એક ટેન્કર પાણીનું આપવા તૈયાર છે.

હાલ સરકારી કચેરીના ના મામલા આમ જનતા પીસાય રહી છે કેમ કે પાણીના હિસાબે હોસ્પિટલ સતાધીશો કમિશનર સુધી રજુઆત કરી છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી તો નગરપાલિકા પણ ભરપાઈ રકમ વિના કનેકશન આપવા તૈયાર નથી જેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે.

પાણી સમસ્યા લઇને કોંગ્રેસ પણ આગળ આવી છે અને પાણીનું કનેકશન લઇ તેમને પણ વિરોધ વ્યક્ત કર્યો છે.કલેક્ટરને રજુવાત કરવામાં આવી છે કે 2 દિવસમાં પાણીનું કનેકશન નહિ આપવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ધરણા અને ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

Last Updated : May 4, 2019, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details