પોરબંદર: જખૌ બંદર પાસે બુધવારે બપોરના 4:00 કલાકે ભારતીય તટ રક્ષકનું હોવરક્રાફ્ટ સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. તે દરમિયાન લગભગ 1 કિલોના 4 પેકેટ ચરસ (લુના ટાપૂ) જખૌની નજીક શંકાસ્પદ પડેલા મળ્યા હતા.
ભારતીય તટ રક્ષક દળના હોવરક્રાફ્ટને ગુજરાતના જખૌ પાસે ચાર પેકેટ ચરસ મળ્યો - drugs found
ગુજરાતની દરિયાઇ સીમા પાકિસ્તાન સાથે જોડાયેલી છે, તેથી દરિયામાં પાકિસ્તાન તરફથી કોઇના કોઇ વસ્તુ નાખવામાં આવતી હોય તેમ વારંમવાર ગુજરાતના દરિયાકિનારે મળી આવે છે.
ભારતીય તટ રક્ષક દળના હોવરક્રાફ્ટને ગુજરાતના જખૌ પાસે ચાર પેકેટ ચરસ મળ્યા
આ ચરસની કિંમત લગભગ 6 લાખ રૂપિયા જેટલી થાય છે, છેલ્લા ઘણા દિવસથી ભારતીય તટ રક્ષક દળને આ ગતિવિધિની જાણકારી મળી રહી હતી અને આજે આ ચરસ મળી આવ્યું છે. જખૌ પહોંચ્યા બાદ આ પેકેટ મરીન પોલીસને આપવામાં આવશે અને તપાસમાં જોડાયેલ એજન્સી આ અંગે વધુ કાર્યવાહી કરશે તેમ ગાંધીનગર કોસ્ટ ગાર્ડના જન સંપર્ક અધિકારીએ જણાવ્યું હતું.