ગુજરાત

gujarat

પોરબંદરમાં ખાણી પીણી અને પાનના ગલ્લા તંત્રએ બંધ કરાવ્યા

By

Published : Mar 21, 2020, 3:24 PM IST

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને લઈ લોકોનું જનજીવન ખોરવાયુ છે. ભારતમાં પણ કોરોનાની અસર વધી રહીં છે. દેશમાં અનેક રાજ્યોમાં અને શહેરમાં કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. તો અનેક શહેરોમાં નાની મોટી દુકાનો બંધ કરાવવામાં આવી રહીં છે.

porbandar
porbandar

પોરબંદરઃ પોરબંદરમાં કોરોનાના પગલે ધારા 144 લાગુ કરવામાં આવી છે, ત્યારે વિવિધ સ્થળોએ પાનના ગલ્લા અને ખાણી પીણીની લારી અને બંધ કરાવી તંત્ર દ્વારા 31 માર્ચ સુધી સહયોગ આપવા લોકોને અપીલ કરવામાં આવી છે.

પોરબંદરમાં સ્વયંભૂ વેપારીઓએ બંધ પડ્યું, કલમ 144 લાગુ

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચના રોજ જનતા કરફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આ જનતા કરફ્યૂમાં સમગ્ર દેશની જનતા સપોર્ટ કરે અને સહકાર આપે તેની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી રહીં છે.

ABOUT THE AUTHOR

...view details