ઇન્સ્ટીટ્યુટ ઑફ કિડની ડિઝીઝ ઍન્ડ રીસર્ચ સેન્ટર અમદાવાદ તથા ગુજરાત સરકારના સહયોગથી પોરબંદર સિવિલ હૉસ્પિટલ ખાતે ડાયાલીસીસનાં દર્દીઓ નિ:શૂલ્ક સારવાર આપવામાં આવે છે. વર્ષ 2018-19માં સિવિલ હૉસ્પિટલમાં કૂલ 78 દર્દીઓને ડાયાલીસીસની સારવાર આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓને દર સારવાર દરમિયાનમાં યોજના હેઠળ મુસાફરીના ખર્ચ માટે 300 રૂપિયા લેખે કૂલ 7.38 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.
પોરબંદર ડાયાલીસીસ વિભાગનાં ઇન્ચાર્જ પુજાબેને મકવાણાએ જણાવ્યું હતું કે, ડાયાલીસીસનો એક દર્દી અઠવાડીયામાં 2 વાર ડાયાલીસીસ માટે આવે છે. આ ડાયાલીસીસ વિભાગ ઠંડો રહે તે માટે ચાર કુલર કાર્યરત રાખવામાં આવે છે. ડાયાલીસીસ વિભાગમાં દરરોજ 14 થી 15 દર્દીઓનું બ્લડ ફિલ્ટર કરવામાં આવે છે. આ બ્લડ ફિલ્ટર કરવા માટે જર્મન ટેકનોલોજીનાં અતિ-આધુનિક ફેસીનેસ મેડીકલ કેર 8 મશીનો ફાળવવામાં આવ્યા છે. એક દર્દીનું લોહી ફિલ્ટર થતા સરેરાશ 4 કલાકનો સમય લાગે છે. જે અમારી નિષ્ણાંત ટીમની સારવાર હેઠળ હોય છે. અહીં આવતા ડાયાલીસીસના દર્દીઓને ચા-નાસ્તો આપવામાં આવે છે. તથા રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને મુસફરીના ભાડા પેટે એક સારવાર દીઠમાં યોજના હેઠળ 300 રૂપિયા ચુકવવામાં આવે છે.