પોરબંદરઃ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓનું નિકંદન નીકળી ગયું છે. માર્ગો બિસ્માર હોવાથી લોકો પણ પારાવાર હાલાકી વેઠી રહ્યા છે. આ ઉપરાંત નાના-મોટા ચેકડેમોનું પણ ધોવાણ થયું છે, પોરબંદરના સાંસદ રમેશ ધડુકે નાયબ મુખ્યપ્રધાનને રોડ-રસ્તા સહિતના કામોને મંજૂરી આપવા માટે રજૂઆત કરી છે.
રમેશ ધડુકની રજૂઆતને ધ્યાનમાં રાખી નાયબ મુખ્યપ્રધાને પોરબંદરના 174 કામને મંજૂરી આપી
પોરબંદરના સાંસદ રમેશ ધડુક અવાર-નવાર જનતાના કામ કરીને સમાચારમા છવાતા જોવા મળતા હોય છે, ત્યારે ફરી તેમણે નાયબ મુખ્યપ્રધાનને રજૂઆત કરીને પોરબંદરના 174 કામને મંજૂરી આપી છે.
રમેશ ધડુકની રજૂઆતને ધ્યાનમાં રાખી નાયબ મુખ્યપ્રધાને પોરબંદરના 174 કામને મંજૂરી આપી
સાંસદ રમેશ ધડુકની રજૂઆતને ધ્યાનમાં રાખી નાયબ મુખ્યપ્રધાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા 166.32 કરોડ રૂપિયાની રકમ ફાળવી વિવિધ વિસ્તારોમાં 174 કામોને મંજૂરી આપી છે. જેથી પોરબંદરના લોકોએ સાંસદ રમેશ ધડુકનો આભાર માન્યો હતો.