- પોરબંદર તાલુકા જીમ સેન્ટર શહેરની મધ્યમાં ખોલવાની માંગ
- કોરોના મહામારીના કારણે તાલુકા સેન્ટર ઘણા સમય થી બંધ
- યુવાનો શારિરીક રીતે ફિટ અને તંદુરસ્ત રહે તે માટે જીમ ખોલવું જરૂરી
પોરબંદર : શહેરમાં સાંદિપની ગુરુકુળ આશ્રમ સામે આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલમાં 2015 -2016 થી પોરબંદર તાલુકા જીમ સેન્ટર યુવાનો માટે ખાસ સરકાર દ્વારા ખોલવામાં આવ્યું હતું, પરંતુ કોરોના મહામારીના પગલે આ જીમ છેલ્લા ઘણાં સમયથી બંધ છે. જે ફરીથી શરૂ કરવા પોરબંદરના લોકોની માંગ ઉઠી છે.
જીમ શહેર થી 7 કીમિ દૂર આવેલ હોવાથી યુવાનોને મુશ્કેલી
પોરબંદરમાં સાંદિપની આશ્રમ સામે આવેલ સરદાર પટેલ રમત ગમત સંકુલ પોરબંદર શહેરથી ૭ કિલોમીટર જેટલું દૂર છે. જેથી યુવાનોને ત્યાં જવામાં તકલીફ પડે છે. આથી આ જીમ સેન્ટર પોરબંદરની મધ્યમાં રાખવામાં આવે તો અનેક યુવાનો આ જીમ સેન્ટરનો લાભ લઇ શકે, જેથી પોરબંદરના સામાજિક કાર્યકર જીવનભાઈ જુંગીએ આજે સેન્ટર શહેરના ભાવસિંહજી પોલીટેકનીકલ અથવા તો મિડલ સ્કૂલમાં જીમ ખોલવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.
આ બાબતે શું કહે છે રમત ગમત અધિકારી !
જ્યારે આ બાબતે જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ રાવલીયા ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની ગાઈડલાઈન મુજબ સરદાર પટેલ રમત ગમત સંકુલ બંધ રાખવામાં આવ્યું છે. જેના કારણે ત્યાં પોરબંદર તાલુકા જીમ સેંટર પણ ખોલવામાં આવ્યું નથી. આગામી સમયમાં રમત ગમત કચેરી દ્વારા આ અંગે નવું સ્થળ શોધવામાં આવી રહ્યું છે. નવું સ્થળ મળશે. ત્યારે પોરબંદર તાલુકા જીમ સેંટર નવા સ્થળે ખોલવામાં આવશે.
પોરબંદર તાલુકા જીમ સેન્ટર શહેરની મધ્યમાં ખોલવાની માંગ - gym center
પોરબંદર શહેરમાં સાંદિપની ગુરુકુળ આશ્રમ સામે આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલમાં 2015 -2016 થી પોરબંદર તાલુકા જીમ સેન્ટર યુવાનો માટે ખાસ સરકાર દ્વારા ખોલવામાં આવ્યું હતું, પરંતુ કોરોના મહામારીના પગલે આ જીમ છેલ્લા ઘણાં સમયથી બંધ છે. જે ફરીથી શરૂ કરવા પોરબંદરના લોકોની માંગ ઉઠી છે.
જીમ સેન્ટર