ગુજરાત

gujarat

By

Published : Oct 25, 2022, 8:33 AM IST

Updated : Oct 25, 2022, 8:49 AM IST

ETV Bharat / state

પોરબંદરમાં 192 વર્ષ જૂના મંદિરમાં મહાલક્ષ્મીને કરાયો લક્ષ્મીનો શણગાર

પોરબંદરમાં દિવાળીના પર્વ (Diwali Festival) નિમિત્તે મહાલક્ષ્મી માતાના મંદિરમાં (mahalakshami temple porbandar) ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ દિવસે મહાલક્ષ્મી માતાજીને લક્ષ્મીનો શણગાર કરવામાં આવ્યો હતો. માતાજીને 31 લાખ રૂપિયાના ચલણી નોટો અને સિક્કાઓનો શણગાર કરવામાં આવ્યો હતો.

પોરબંદરમાં 192 વર્ષ જૂના મંદિરમાં માતા મહાલક્ષ્મીને કરાયો લક્ષ્મીનો શણગાર
પોરબંદરમાં 192 વર્ષ જૂના મંદિરમાં માતા મહાલક્ષ્મીને કરાયો લક્ષ્મીનો શણગાર

પોરબંદરસોમવારે દેશભરમાં દિવાળીના પર્વની (Diwali Festival) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આવો જ એક નજારો જોવા મળ્યો હતો પોરબંદર જિલ્લામાં. અહીં આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં (mahalakshami temple porbandar) માતાજીને 31 લાખ રૂપિયાની ચલણી નોટો અને સિક્કાનો શણગાર (Decoration of Currency notes coins) કરવામાં આવ્યો હતો. દર વર્ષની પરંપરા મુજબ જ માતાજીને આ શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારે માતાજી અને શણગારના દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી.

મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા

દિવાળી નિમિત્તે વિશેષ શણગાર પોરબંદરમાં મહાલક્ષ્મી મંદિરમાં (mahalakshami temple porbandar) દિવાળીના (Diwali Festival) દિવસે મહાલક્ષ્મી માતાજીની પૂજા કરવાનુંં (lakshmi pujan diwali) અનેરું મહત્વ છે. પોરબંદરના 192 વર્ષ જૂના આ મહાલક્ષ્મી મંદિરમાં દર વર્ષે દિવાળીના પર્વમાં માતાજીને ચલણી નોટો તથા સિક્કાના શણગાર (Decoration of Currency notes coins) કરવામાં આવતો હોય છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. તો આ વર્ષે માતાજીને 31,00,000 રૂપિયાની ચલણી નોટો તથા સિક્કાનો શણગાર (Decoration of Currency notes coins) કરવામાં આવ્યો હતો.

11 મણ કંકુમાંથી પાઉચ તૈયાર કરાયામહાલક્ષ્મી માતાજીના મંદિરે (mahalakshami temple porbandar) દર દિવાળીના દિવસે (Diwali Festival) ખારવા જ્ઞાતિના 51 દંપતિ સવારના ગણેશજી અને મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરીને પ્રાર્થના કરે છે. આ ઉપરાંત દર વર્ષે લાખો રૂપિયાની ચલણી નોટોનો શણગાર માતાજીને (Decoration of Currency notes coins) શણગાર કરે છે. ત્યારે આ વર્ષે 31,00,000 રૂપિયાની ચલણી નોટો તથા સિક્કાનો શણગાર માતાજીને કરવામાં આવ્યો હતો અને ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

Last Updated : Oct 25, 2022, 8:49 AM IST

ABOUT THE AUTHOR

...view details