ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ઇફેક્ટ: પોરબંદર જિલ્લામાં નવા વાહનોના વેચાણમાં ઘટાડો

કોરોના વાઇરસની મહામારીના કારણે વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઇ ગયું છે. તેમજ અનેક વ્યવસાયિક અને રોજગારી પર પણ તેની અસર પડી છે, ત્યારે વાહનોની ખરીદી પર પણ આ મહામારીના કારણે મોટી અસર પડી છે. તો કંપની દ્વારા ભાવ વધારાના કારણે પણ પોરબંદર RTO કચેરીના રજિસ્ટ્રેશન આવકમાં પણ ગત્ત વર્ષ કરતાં આ વર્ષે 8 કરોડ જેટલો ઘટાડો નોંધાયો છે.

porbandar
કોરોના

By

Published : Nov 6, 2020, 1:39 PM IST

  • ગત્ત વર્ષ કરતા આ વર્ષે RTO કચેરીની આવકમાં 8 કરોડનો ઘટાડો
  • વાહનોની કિંમતમાં વધારો થતાં મધ્યમ વર્ગના લોકો જુના વાહન લેવા તરફ વળ્યા
  • વાહનોની ખરીદી પર પણ કોરોના મહામારીના કારણે મોટી અસર પડી

પોરબંદર: કોરોના વાઇરસની મહામારીના કારણે વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઇ ગયું છે. તેમજ અનેક વ્યવસાયિક અને રોજગારી પર પણ તેની અસર પડી છે, ત્યારે વાહનોની ખરીદી પર પણ આ મહામારીના કારણે મોટી અસર પડી છે. તો કંપની દ્વારા ભાવ વધારાના કારણે પણ પોરબંદર RTO કચેરીના રજિસ્ટ્રેશન આવકમાં પણ ગત્ત વર્ષ કરતાં આ વર્ષે 8 કરોડ જેટલો ઘટાડો નોંધાયો છે.

કોરોના ઇફેક્ટ: પોરબંદર જિલ્લા માં નવા વાહનોના વેચાણમાં ઘટાડો

આઠ કરોડ જેટલો આવકમાં ઘટાડો

પોરબંદર ઇન્ચાર્જ આસિસ્ટન્ટ આરટીઓ અધિકારી બી.એમ.ચાવડાએ જણાવ્યું હતું કે, ગત્ત વર્ષે એપ્રિલથી ઓકટોબર 2019 સુધીમાં મોટરસાયકલ 3 988 મોટરકાર 472 હેવીગુડ્ઝ વાહનો 279 નું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે તેમાંથી 20,63,74,501 ની આવક થઈ હતી. જ્યારે તેની સામે આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર 2020 સુધી મોટરસાયકલ 2348 મોટર કાર 314 હેવી ગુડ્સ વાહનો 48 નું રજીસ્ટ્રેશન આવક 12,34,51,062 થઈ છે. આથી અંદાજે આઠ કરોડ જેટલો આવકમાં ઘટાડો નોંધાયો છે.

મોટાભાગના લોકો જૂના વાહનોની ખરીદી તરફ વળ્યા

આ અંગે લોકોએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના પગલે મોટાભાગના લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ પણ કથળી ગઇ છે. આવા સમયમાં મોંઘવારીએ પણ માઝા મૂકી છે, ત્યારે મધ્યમ વર્ગના લોકોને નવા વાહનોની ખરીદી પરવડે તેમ ન હોવાથી લોકો જૂના વાહનોની ખરીદી તરફ વળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details