ગુજરાત

gujarat

ક્યાર વાવાઝોડાની અસર પોરબંદરના સમુદ્રમાં વર્તાઈ, 15 ફૂટ મોજા ઊછળ્યા

By

Published : Oct 27, 2019, 11:58 AM IST

પોરબંદર: મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રણ દિવસ અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, વાવાઝોડું કયાર ગમે ત્યારે પણ ત્રાટકી શકે છે. પરંતુ મહારાષ્ટ્રના દરિયા કિનારા તથા પોરબંદર સહિત ગુજરાતના દરિયા કિનારો પર આ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા સુચના પ્રાપ્ત થઈ છે કે વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઈ શકે છે. પરંતુ તેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેશે.

ક્યાર વાવાઝોડાની અસર પોરબંદરના સમુદ્રમાં વર્તાઈ, 15 ફૂટ મોજા ઊછળ્યા


3 દિવસ પહેલા હવામાન વિભાગની સુચના અનુસાર વાવાઝોડું કયાર 200 કિલોમીટરની ઝડપે મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગમાં આવશે તેવી આગાહી કરવામાં આવી હતી. પરંતુ હાલ આ કયાર મહારાષ્ટ્રથી દક્ષિણ-પશ્ચિમ બાજુ 540 કિલોમીટર દૂર હોય તેમ તેની અસર મહારાષ્ટ્ર સહિત ગુજરાતના દરિયા કિનારોમાં વર્તાઈ રહી છે. દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયાના મોજા પંદર પંદર ફૂટ ઊંચા ઉઠી રહ્યા છે. તો હવામાન વિભાગે એ પણ જણાવ્યું હતું કે, આ વાવાઝોડું ઓમાન તરફ જઇ રહ્યું છે.પરંતુ તેની અસર સમુદ્રકિનારાના વિસ્તારમા થશે. આથી માછીમારોને દરિયો ન ખેડવા તથા કોઈ પણ લોકોને દરિયાકિનારે ન જવાની સૂચના હવામાન વિભાગે આપી છે.

ક્યાર વાવાઝોડાની અસર પોરબંદરના સમુદ્રમાં વર્તાઈ, 15 ફૂટ મોજા ઊછળ્યા

તો હાલ તહેવારોના દિવસોમાં રજાના ભાગરૂપે લોકો ફરવા જવાના શોખીન હોય છે. પરંતુ ફરવા જતા લોકો માટે ખાસ સુચના આપવામાં આવી હતી કે, દિવાળી તથા ભાઈબીજના તહેવાર સહિત આગામી પાંચ દિવસમાં દરિયા કિનારા નજીક જવુ નહિ. ખાસ કરીને પોરબંદર નજીકના માધવપુરના દરિયાકિનારે ભાઈબીજના તહેવારના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. જ્યારે પોલીસ તથા તંત્ર દ્વારા માધવપુરના દરિયાકિનારે જવા પર પ્રતિબંધ લગાવાયો છે. આગામી પાંચ દિવસોમાં હળવો વરસાદ અને વધુ પવન ફૂંકાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details