ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ - pbr

પોરબંદરઃ ચાલુ વર્ષે ચણાના પાકનું વાવેતર થયું હતું અને ખેડૂતોને ચણાના પાકમાં સારી માત્રામાં ઉત્પાદન પણ થયું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 કિલોના 924 રૂપિયાના ભાવે ચણાની ખરીદી કરવાનું નક્કી કરાયું હતું. ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં કુલ 2,107 ઓનલાઇન રજીસ્ટ્રેશન થયા હતા.

Porbandar

By

Published : May 29, 2019, 11:13 AM IST

જે પૈકી 1626 ખેડૂતોની SMS કરી માર્કેટિંગ યાર્ડ માટે ચણાના પાક વેચાણ માટે બોલાવ્યા હતા. જેમાંથી 848 જેટલા ખેડૂતોને જણાના તૈયાર પાક લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા. આ ખેડૂતો પૈકી 35 જેટલા ખેડૂતોને ચણાનો પાક રિજેક્ટ થયો અને કુલ 16,434 ક્વિન્ટલ ચણાના પાકની ખરીદી થઈ હતી. ચણાના પાકની ખરીદી કરાયેલ ખેડૂતોને રૂપિયા 7,57,58,760નું ચુકવણું પણ કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ

નાયબ જિલ્લા મેનેજર યુ. એસ. ભોયે જણાવ્યું કે, સરકારના નિયમ મુજબ ખરીદીની પ્રક્રિયા પૂરી થતા બાકી રહેલા ખેડૂતોની ચણાના પાકની ખરીદી બંધ કરવામાં આવી હતી. જેના કારણે ખેડૂતો માંગણીમાં માંગ ઉઠ્તા તંત્ર દ્વારા 27મેથી ફરીથી ખરીદી શરૂ કરાઇ છે. રજિસ્ટ્રેશન કરેલું ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવવામાં આવી રહ્યા છે. આમ 381 જેટલા ખેડૂતોના ચણાના પાકની ખરીદી બાકી હોવાથી 5 જૂન સુધીમાં તમામ ખેડૂતોના ચણાના પાકની ખરીદી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details