પોરબંદરઃ જિલ્લામાં કોરોના મહામારીનાં વધતા સંક્રમણને અટકાવવા માટે જિલ્લાતંત્ર દ્વારા તમામ સ્તરનાં પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે કોરોના પોઝિટિવ આવેલા વિસ્તાર તથા આજુ-બાજુના બફર ઝોનમાં આરોગ્ય વિભાગ RBSKની ટીમ તથા અર્બન હેલ્થ સેન્ટર સહિતની ટીમ દ્વારા લોકોનો આરોગ્ય સર્વે કરવાની સાથે જરૂરી માર્ગદર્શન, આયુર્વેદિક ઉકાળા તથા હોમીયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
પોરબંદર, કુતિયાણા, છાંયા, રાણાવાવ સહિત ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ પોરબંદર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. RBSK મેડિકલ ઓફિસરોની જુદી-જુદી ટીમો કન્ટેઇમેન્ટ ઝોનમાં દરરોજ ઘરે ઘરે જઇને લોકોના હેલ્થ ચેકઅપ કરવાની સાથે જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડે છે.