- કોરોના વેક્સિનને લઈ પોરબંદરમાં સર્વેની કામગીરી શરૂ
- ડોર ટુ ડોર થઇ રહ્યો છે સર્વે
- 324 ટીમ સર્વેની કામગીરીમાં જોડાઈ
પોરબંદરઃ દેશભરમાં કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે, ત્યારે હવે કોરોના વાઇરસની વેક્સિન શોધાઈ ગઈ છે અને આગામી સમયમાં આ વેક્સિન લોકોને આપવામાં આવશે. જેથી આ અંગે વિવિધ જિલ્લાઓમાં સર્વે હાથ ધરાયો છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં 18થી 50 વર્ષ અને 50ની વધુ ઉંમરના વ્યક્તિની વિગતનો ડેટા બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
3 તાલુકામાં સર્વે શરૂ
મળતી માહિતી મુજબ, પોરબંદર જિલ્લામાં કુલ 324 બૂથ પરથી 5 વ્યક્તિઓની ટીમ સર્વેની કામગીરીમાં જોડાઈ છે. આ સર્વે પોરબંદરના 3 તાલુકા પોરબંદર, રાણાવાવ અને કુતિયાણામાં કરવામાં આવી રહ્યો છે.